પારડી સંસ્કૃત પાઠશાળામાં 250 ઋષિકુમારો માટે અઘત્તન છાત્રાલયનો નિર્માણ થશે !

On: May 17, 2025 8:05 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

પારડી ખાતે, CIL અને GETCOના સહયોગથી શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્કૃત મહાવિદ્યાલયમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો. આ દરમિયાન, બે નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં એક દ્રિતીયતલ ભવન સામેલ છે, જે ખાસ 250 ઋષિકુમારો માટે છાત્રાલયના રૂપમાં સજ્જ કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની હાજરીમાં છાત્રાલયના પ્રારંભની ઘોષણા કરવામાં આવી. તેમણે આ અવસર પર જણાવ્યું કે આ નવા માળખાકીય સુવિધાઓ સંસ્કૃત ભાષાના અભ્યાસને વધુ પ્રોત્સાહન આપશે અને ભારતીય જ્ઞાન પરંપરાનું સંરક્ષણ અને પ્રચાર વધુ મજબૂતીથી થશે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકારી સદસ્ય સુરેશજજી સોનીએ આ નવું ભવન ઉપસ્થિત રહી પોતાના વરદ હસ્તે ઉદ્ઘાટિત કર્યું. આ પ્રસંગે ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ અને વિશ્વ હિંદુ પરિષદના દિનેશચંદ્રજી જેવી વિશિષ્ટ શખ્સિયતોએ હાજરી આપી હતી.આ નવા ભવનમાં વિદ્યાર્થીઓને પરંપરાગત જ્ઞાન અને આધુનિક વાતાવરણમાં શિક્ષણ પ્રાપ્ત કરવાની તક મળશે. આ નવી બાંધકામની મદદથી સંસ્કૃત અભ્યાસના ક્ષેત્રે સકારાત્મક પરિવર્તનો જોવા મળશે, અને સંસ્કૃત ભાષાનો જતન વધુ મજબૂત બનશે.આ પ્રકલ્પમાં કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) હેઠળ CIL અને GETCO દ્વારા આપવામાં આવેલા સહયોગથી પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરાને આધુનિક સંદર્ભમાં પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.સંસ્કૃત પાઠશાળાના મુખ્ય કાર્યકરો, જેમ કે સંસ્થાના મહામંત્રી રાજેશભાઈ રાણાએ આ સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક સંચાલિત કર્યું. સંસ્થાના નિયામક ભાવેશભાઈ જોશી, પાર્થભાઈ ભટ્ટ, પરેશભાઈ જાની, મેહુલ મહેતા, હર્ષદ જોષી, સંઘના ભગીરથભાઈ દેસાઈ અને સીનિયર આગેવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા.આ નવા છાત્રાલય 250 ઋષિકુમારો માટે એક આધુનિક અને આરામદાયક શિક્ષણ જગ્યા પ્રદાન કરશે, જ્યાં તેઓ વૈદિક શિક્ષણ સાથે સંસ્કૃત ભાષાના અભ્યાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

કપરાડા તાલુકામાં હનુમાન જયંતીની ઠેરઠેર થઈ ભવ્ય ઉજવણી !

રોહિણા ગ્રામ પંચાયત દ્વારા લાઇબ્રેરીનાં લાભાર્થે સત્સંગ કાર્યક્રમ

તરમાલિયા ગામે 235 લાખના ખર્ચે માર્ગના વિકાસનું ખાત મુહૂર્ત કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું !

અનોખી ઉજવણી:થર્ટી ફસ્ટ પૂર્વે પારડીમાં 12થી 68 વર્ષની વયના 72 રમતવીરો ક્રિકેટ રમ્યા !

દેશની પ્રથમ શોરલાઈન ક્લીન-અપ મોકડ્રીલ : વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કોલક ગામના દરિયા કિનારા પર યોજાઈ!

પારડી મોતીવાડાની એક યુવતીની હત્યા કરીને બળાત્કાર કરનાર આરોપીએ રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. હાલમાં જ 6 હત્યાના આરોપની કબૂલાત કરી છે !

error: Content is protected !!