ભુજ એરફોર્સની મુલાકાત લેતા એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમસિંહ.

On: February 15, 2022 9:09 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

જીએનએ અમદાવાદ: દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમસિંહે તા. 13 અને 14 ફેબ્રુઆરીના રોજ ભૂજ ખાતે આવેલા ફ્રન્ટલાઇન એરબેઝની મુલાકાત લીધી હતી. એરમાર્શલના સ્વાગતમાં ભૂજ એરફોર્સ સ્ટેશનના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમોડોર મલુકસિંહ આવ્યા હતા.

ભૂજ એરફોર્સ સ્ટેશન પર એરમાર્શલના આગમન પર સ્ટેશનના વાયુ યોદ્ધાઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનર રજૂ કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે બેઝ ખાસે વિવિધ સુવિધાઓની મુલાકાત લીધી હતી અને આ વિસ્તારમાં કોઇપણ આકસ્મિક ઘટનાનો સામનો કરવા માટે સ્ટેશનની પરિચાલન તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વાયુ યોદ્ધાઓ અને સ્ટેશનના અન્ય સંરક્ષણ સુરક્ષા કર્મીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. તેમણે કર્મીઓની નિપુણતા જાળવી રાખવા માટે સ્ટેશન દ્વારા રાખવામાં આવતા કેન્દ્રિત અભિગમની પ્રશંસા કરી હતી અને હવાઇ સલામતી સુનિશ્ચિત કરતી વખતે પરિચાલનની તૈયારીઓમાં વધારો કરવા માટે કર્મીઓ સંપૂર્ણ ખંત સાથે પોતાની ફરજ નિભાવે તે જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે ખાસ ભારપૂર્વક કહ્યું હતું કે, તમામ વાયુ યોદ્ધાઓ કોઇપણ પડકારો ઝીલવા માટે અને આવનારા સમયમાં ઉભી થનારી કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!