સુખાલા ગામે સાકાર વાંચન કૂટીરનું ભવ્ય લોકાર્પણ: ગામમાં ખુશીનો માહોલ !

On: June 29, 2025 8:36 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખાલા ગામે એક નવા શૈક્ષણિક યુગનો આરંભ થવાના પાવન અવસરે સમગ્ર ગામમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું છે. ગામના લોકો માટે એક ગૌરવભર્યો અને સંસ્મરણીય દિવસ બનવા જઈ રહ્યો છે.

29મી જૂન 2025, રવિવારના રોજ સવારે 10:00 કલાકે “સાકાર વાંચન કૂટીર” નામની આધુનિક લાયબ્રેરીનું ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.

સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ, મુંબઈ અને RAINBOW WARRIORS DHARAMPURના સહયોગથી સુખાલા ગામમાં આ વાંચન કૂટીરનું નિર્માણ કરવામાં આવ્યું છે. લાયબ્રેરીના નિર્માણ પાછળનો ઉદ્દેશ માત્ર પુસ્તકો પૂરતો મર્યાદિત નથી, પરંતુ ગ્રામીણ વિદ્યાર્થીઓમાં જ્ઞાનપિપાસા, અભ્યાસપ્રતિ ઇચ્છા અને સંશોધનક્ષમતા વધારવાનો છે. નાનકડા ગામમાં આવું પાયાવિહોણું શૈક્ષણિક કેન્દ્ર ઉભું થવું એ ખરા અર્થમાં સમગ્ર કપરાડા તાલુકા માટે પણ ગૌરવની બાબત છે.

લોકાર્પણ પહેલા પણ લાગ્યો વિકાસનો પડછાયો

આ લોકાર્પણ પ્રસંગે તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી હતી. ખાસ કરીને આજુબાજુના ગામના લોકોમાં આ લાયબ્રેરીને જોવા અને સમજવા માટે ઉત્સુકતા હતી. લોકાર્પણ પહેલા પણ ઘણા વિદ્યાર્થીગણ, શિક્ષકો અને વાલીગણ સુખાલા ગામની મુલાકાતે આવ્યા હતા અને લાયબ્રેરીના માળખાં અને સજાવટને નિહાળી ખુશી વ્યક્ત કરી હતી. આ પગલાથી સ્પષ્ટ થાય છે કે કપરાડા જેવા આદિવાસી વિસ્તારના ગામોમાં પણ જ્ઞાન પ્રત્યેની પ્યાસ વધી રહી છે.

ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ

લોકાર્પણના મુખ્ય અતિથિ તરીકે કપરાડા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી ઉપસ્થિત રહેશે. સાથે સાથે વિવિધ સંસ્થાના પ્રતિનિધિગણ, ધાર્મિક સંસ્થાઓના સંતો-મહંતો, શિક્ષણવિદો અને સ્થાનિક આગેવાનો પણ કાર્યક્રમને ગૌરવ આપશે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપપ્રાગટ્ય અને રિબિન કાપીને વાંચન કૂટીરનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

શું ખાસ છે ‘સાકાર વાંચન કૂટીર’માં?

સાકાર વાંચન કૂટીર માત્ર એક સામાન્ય લાયબ્રેરી નથી. આ એક એવી સંસ્થા છે જ્યાં બાળકોને શાંતિપૂર્વક વાંચવા માટે અનુકૂળ વાતાવરણ મળે છે. અહીં વિવિધ વિષયોના પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે જેમાં ગુજરાતી સાહિત્ય, બાળસાહિત્ય, સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન, ઈતિહાસ, જીવન કૌશલ્ય, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના પુસ્તકો સહિતનો સમાવેશ થાય છે. બાળકો માટે વિવિધ નાની નવલકથાઓ અને ચિત્રમય પુસ્તકો પણ રાખવામાં આવ્યા છે જેથી પઠન અભ્યાસને રસપ્રદ બનાવી શકાય.

Hp tech દ્વારા ડિજીટલ વેબસાઈટ પણ લોન્ચ કરવામાં આવશે

https://sukhalaeducationlibrary.in

તેમજ, કંપ્યુટર, ઈન્ટરનેટ સુવિધા અને ઈ-પુસ્તકોના લિંક સાથે લાયબ્રેરીને ટેકનોલોજીકલ રીતે પણ સજ્જ બનાવવામાં આવી છે. આગામી સમયમાં અહીં સ્ટડી સર્કલ, પુસ્તકમેળા અને વાંચન પ્રતિસ્પર્ધાઓનું પણ આયોજન થવા જઈ રહ્યું છે.

ગામના લોકોમાં આનંદ અને ગૌરવ

ગામના વડીલોએ અને શિક્ષકોનો જણાવેલ કે “સકાર વાંચન કૂટીર ગામ માટે આશીર્વાદરૂપ છે. અમારાં બાળકો હવે શહેરે ધક્કા ન ખાય, એવું જ્ઞાન અહીંથી જ મળી જશે. ખરેખર તો ગામના ભવિષ્યનું નિર્માણ આજથી શરૂ થયું છે.

જે. ડી.પટેલએ જણાવ્યું કે, “આવો પ્રોજેક્ટ એકલો ગામે નહી, સમગ્ર કપરાડા તાલુકા માટે પ્રેરણા રૂપ બની રહેશે. અમે સમર્પિત છીએ કે આ વાંચન કૂટીરનો વધુમાં વધુ ઉપયોગ થાય અને દરેક વિદ્યાર્થી માટે લાભદાયી સાબિત થાય.”

શૈક્ષણિક પ્રવૃતિઓનો ઉદ્દઘોષ

લોકાર્પણના બીજા ભાગમાં બાળકો માટે પઠન અને લેખન સ્પર્ધાઓ, વાલીઓ માટે “પુસ્તક અને સંસ્કાર” વિષય પર વિશેષ સત્ર અને તાલીમ વર્ગ પણ યોજાશે. આ સમગ્ર કાર્યક્રમ શિક્ષણલક્ષી ક્રાંતિનું પ્રતિનિધિત્વ કરે છે જે સમગ્ર વિસ્તારના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શક બની રહેશે.

સમાપન અને ભાવિ દિશા

કાર્યક્રમના અંતમાં મેહમાનોના આશીર્વાદ ‘સાકાર વાંચન કૂટીર’ના ભાવિ આયોજન અંગે માહિતી આપી કાર્યક્રમનું સમાપન થશે.

આ ભવ્ય કાર્યક્રમ દ્વારા “શિક્ષણ એ અધિકાર છે અને તે દરેક બાળક સુધી પહોંચવું જોઈએ” એ વિચારોને જીવન્ત કરવામાં આવ્યા છે. સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ અને RAINBOW WARRIORS DHARAMPURના સહયોગથી શરૂ થયેલ આ પ્રયાસ હવે સમગ્ર તાલુકા માટે માર્ગદર્શનરૂપ બની રહી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!