
તમામ રાજ્યોના વિદ્યાર્થીઓએ ધરમપુરના વિવિધ પ્રવાસન ધામ અને આસપાસના ધાર્મિક કેન્દ્રોની મુલાકાત કરી

ધરમપુર તાલુકાના બરૂમાળ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત ભવ્ય રાષ્ટ્રીય એકતા શિબિરનું સફળ આયોજન એન.એસ.એસ. રિજિયોનલ ડાયરેક્ટરેટ, અમદાવાદ, સ્ટેટ એન.એસ.એસ. સેલ, ગાંધીનગર, તેમજ શ્રીમતી સી.ડી.જે. રોફેલ આર્ટ્સ અને શ્રીમતી આઈ. એસ.આર.એ. રોફેલ કોમર્સ કોલેજ, વાપીના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું

વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય એકાત્મભાવના, ભાઈચારો, સંસ્કૃતિનું આદન પ્રદાન સંઘે સેવાના વિવિધ ગુણોનો વિકાસ થાય એને અનુલક્ષી યોજાયેલી આ શિબિરમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પોંડિચેરી, ઉત્તરાખંડ, ઓડિસ્સા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ગુજરાત, સિક્કિમ, તેલંગાણા અને હિમાચલ પ્રદેશ સહિત કુલ 12 રાજ્યોમાંથી 220 એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ, સ્વયંસેવકો અને પ્રોગ્રામ ઓફિસરોએ ભાગ લીધો.
એક સપ્તાહ સુધી ચાલેલા આ શિબિરમાં લોકનૃત્ય, સાંસ્કૃતિક કાર્યક્રમો, ભાષણ સ્પર્ધા, નાટક, કવિસંમેલન, યોગ, સ્વચ્છતા અભિયાન, રેલી, ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં દરેક રાજ્યોના વિદ્યાર્થીઓએ પોતાની સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમો રજૂ કર્યા બાદ તમામ રાજ્યોના વિદ્યાર્થીઓએ ધરમપુરના વિવિધ પ્રવાસન ધામ અને આસપાસના ધાર્મિક કેન્દ્રોની મુલાકાત કરી હતી
આ શિબિરમાં ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, એન.એસ.એસ. રિજિયોનલ ડાયરેક્ટર શ્રી કમલકુમાર કરજી, વી. એન. એસ. જી. યુ. ના રજીસ્ટાર ડો. રમેશદાન ગઢવી, એન.એસ.એસ. કો-ઓર્ડિનેટર ડો. શ્રીધર નિમાવત, તથા રોફેલ કોલેજના આચાર્ય ડો. હેમાલીબેન દેસાઈ ઉમરગામના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર, એન.એસ.એસ. કો-ઓર્ડિનેટર શ્રીધર નિમાવત, તથા શ્રી ગૌરાંગ વોરાએ ઉપસ્થિત રહી દરેક વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકને અભિનંદન પાઠવ્યા અને પ્રશસ્તિ પત્ર વિતરણ કર્યું.






