
કપરાડા – પારડી તાલુકાના સર્વે જાગૃત મિત્રો ને નમ્ર વિનંતી છે કે સુખાલા ગામે આવેલી સાકાર વાંચન કુટિર (લાયબ્રેરી) શરૂ કરવામાં આવી છે. આજુબાજુના ગામોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે આ એક સુંદર અવસર છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે UPSC, GPSC, બિનસચિવાલય, પોલીસ ભરતી, તલાટી, કલાર્ક વગેરે માટે જરૂરી તમામ પુસ્તકો, માહિતી અને પાઠ્યસામગ્રી અહીં ઉપલબ્ધ છે.
લાયબ્રેરીમાં CCTV કેમેરા, કોમ્પ્યુટર, પ્રિન્ટર અને હાઇ સ્પીડ Wi-Fi જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.
લાયબ્રેરીમાં અભ્યાસ માટે શાંતિપૂર્ણ માહોલ અને નિયમિતપણે પેપર વાંચન, માળખાકીય માર્ગદર્શન અને જૂની પેપર ફાઈલો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તમામ માટે લાયબ્રેરી મફતમાં ખુલ્લી છે અને સમયસર આવીને વાંચન કરવા વિનંતી છે.
આ સંદેશનો વધુમાં વધુ લોકો સુધી પ્રસાર કરો, ગ્રુપમાં શેર કરો કે રૂબરૂ જાણ કરો જેથી અમારા ગામ અને આજુબાજુના વિદ્યાર્થીઓને લાભ મળી શકે. આ લાયબ્રેરીથી લાભ લઈ બાળકો તેમનું ભવિષ્ય ઉજળું બનાવી શકે – આવો, એકસાથે એક શૈક્ષણિક ક્રાંતિ લાવીએ!
વધુ માહિતી માટે સંપર્ક : 9904974419






