
શિક્ષણ એ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટેનું સૌથી શક્તિશાળી સાધન છે. પરંતુ આ અંધકારમય સમાજમાં આજે પણ ઘણા બાળકો એવા છે જેઓ જીવનની આ પાઠશાળામાં માત્ર આર્થિક તંગી અને સંજોગો સામે લડી રહ્યાં છે. આવા અનેક બાળકો માટે સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ એક આશાનું દીપ બની ઊભો રહ્યો છે.

સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ છેલ્લાં અનેક વર્ષોથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે સહાયરૂપ થવાનું કામ કરી રહ્યો છે. આ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ એ છે કે કોઈપણ વિદ્યાર્થી ફક્ત આર્થિક તંગી, સમાજની પછાત સ્થિતિ કે લાચારીને લીધે શિક્ષણથી વંચિત ન રહી જાય.
સંકલ્પ ટ્રસ્ટ ખાસ કરીને એવા જિલ્લાઓમાં વધુ કાર્યરત છે જ્યાં શૈક્ષણિક પાયાં નબળા છે અને જિંદગીની મૂળભૂત સુવિધાઓ માટે લોકો હજી પણ સંઘર્ષ કરી રહ્યાં છે. એવા છોટાઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જેવા વિસ્તારોમાં ટ્રસ્ટ દ્વારા દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને શાળાની જરૂરી સામગ્રી, નોટબૂક્સ, સ્કૂલ યુનિફોર્મ, શિષ્યવૃત્તિ, શાળા ફી, અને અભ્યાસ માટે જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આ વિભાગોમાં ખાસ કરીને આદિવાસી સમાજ અને પછાત વર્ગના બાળકો છે, જેમને શિક્ષણનો અવસર ઓછો મળે છે. સંકલ્પ ટ્રસ્ટ આવા વિસ્તારોમાં ગામે ગામ જઈને વિદ્યાર્થીઓની માહિતી એકત્ર કરે છે અને જરૂરિયાતમંદ બાળકોની ઓળખ કરી તેમને મદદરૂપ બને છે. માત્ર શાળાની સામગ્રી પૂરું પાડવામાં જ નહીં, પણ બાળકોમાં આત્મવિશ્વાસ વધે, શિક્ષણ માટે ઉત્સાહ રહે તેવા કાર્યશીલ પ્રયાસો પણ કરે છે.
ટ્રસ્ટ સ્થાનિક ભણેલા યુવાઓ અને શિક્ષકો સાથે પણ સહયોગથી બાળકોને માર્ગદર્શન અને આત્મવિશ્વાસ પૂરો પાડી આગળ ધપાવે છે. આ પ્રયાસો પાછળ એકજ સંકલ્પ છે – “શિક્ષણ દરેક માટે હોય – ભૌતિક તંગી ભલે હોય, પણ શૈક્ષણિક તંગી ન હોવી જોઈએ.”
સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ સતત એ દિશામાં કાર્યરત છે કે શિક્ષણના માધ્યમથી સમાજમાં પરિવર્તન લાવવું. વિદ્યાર્થીઓ ભવિષ્યના નિર્માતા છે, અને તેમના હસ્તે પોતાના પરિવારનું તેમજ સમાજનું નવું ભવિષ્ય ઘડાવા જેવો શ્રેષ્ઠ કાર્ય એ ટ્રસ્ટ અવિરત કરી રહ્યો છે.આ સેવા યાત્રા ત્યારે જ સફળ બની શકે, જ્યારે સમાજના દરેક જાગૃત નાગરિક તેનો ભાગ બને. ભવિષ્યના જીવન દીપો માટે કોઈનું એક નાનકડું યોગદાન પણ મોટી અસર કરી શકે છે. સંકલ્પ ટ્રસ્ટનો સંદેશ છે
—“બાળકો ભણશે, દેશ વધશે!”
સમાજ જોશે અને જોડાશે સમાજ માટે કામ કરવાનો સંકલ્પ હાથ ધરનાર કૌશિકકુમાર એમ. પટેલ (સામાજિક કાર્યકર) ગામ વાઘાબારી, તાલુકો વાંસદા, જિલ્લા નવસારી અને મિનેશભાઈ બી. પટેલ બંને લોકો સમાજહિતે આગળ આવી રહ્યા છે. તેઓ ગામ અને આસપાસના વિસ્તારના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. સંપર્ક માટે કૌશિકકુમારભાઈનો મોબાઈલ: 9913213337 અને મિનેશભાઈનો મોબાઈલ: 7984090839.
આ માણસો સાથે સમાજ જોશે અને જોડાશે.






