વિસાવદરના પેટા ચૂંટણીમાં આપની ભવ્ય જીત બાદ આપનું પલ્લું ભારે થતા પોરબંદરમાં કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવતા aap ના ભાર્ગવ જોષી*

On: July 19, 2025 1:22 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગોસા(ઘેડ) તા.૧૮/૦૭/૨૦૨૫
તાજેતરમાં વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલભાઈ ઈટાલિયનો જંગી બહુમતીથી વિજય થતા ગુજરાતના રાજકારણમાં ભારે બદલાવનું વાતાવરણ સર્જાયું છે ત્યારે આગામી આવનાર નગર પાલિકા,જિલ્લા,તાલુકા પંચાયતો માં પણ હવે આમ આદમી કાઠું કાઢે તો નવાઈ નહી!
પોરબંદરમાં આમ આદમી પાર્ટીની કામ કરવાની પ્રણાલી અને પ્રસંશા વધતા હવે કોંગ્રેસ તેમજ અન્ય પાર્ટીના કાર્યકરો જોડાઈ રહ્યા છે. તેમાં લક્ષ્મણભાઈ કરશનભાઇ ઓડેદરા અને નટવરભાઈ કાનાભાઈ કારાવદરા જેવા સિનિયર આગેવાનોનો આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કરતા હવે પોરબંદર aap ની મહાનગર પાલિકા તેમજ જીલ્લા અને તાલુકાઓની ચૂંટણી લડવાની રણનીતિ સ્પષ્ટ થાય છે, અનુભવીઓનું માર્ગદર્શન સાથે રાખીને આમ આદમી પાર્ટી યુવાનો અને શિક્ષિત આપ ઉમેદવારોને જીતાડવા માંગે છે અને મહાનગર પાલિકામાં બેસાડવા માંગે છે, જેથી પોરબંદર મહાનગરના કરદાતાઓનું સુવિધાના નામે જે શોષણ થયું છે એમાં કરદાતાઓને સુવિધા આપી શકાય.
પાછલા ત્રણેક માસથી પોરબંદર ગ્રામીણ અને શહેરના મળીને જે નવા સદસ્યો નોંધાયા છે એનો આંકડો એક હજાર આસપાસ પહોંચ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીએ હુંકાર ભર્યો છે કે જીલ્લા, તાલુકા પંચાયતની દરેક સીટ અને મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં આમ આદમી પાર્ટી જીતવાની મજબૂત ટક્કર આપશે, આ તકે કુતિયાણા વિધાનસભા ના પ્રભારી મેરૂભાઇ ઓડેદરા, સહ પ્રભારી ટીલુભાઈ ખુંટી, પોરબંદર વિધાનસભા ના સહ પ્રભારી પુંજાભાઈ કેશવાલા, જીલ્લા પ્રમુખ પરબતભાઇ બાપોદરા, તાલુકા ઓબીસી પ્રમુખ દિલીપભાઈ જેઠવા, સિનિયર આગેવાન જીવનભાઈ જુંગી, શહેર પ્રમુખ ચેતનભાઈ સવજાણી અને સિનિયર આગેવાનો લાખાભાઇ લીંબોળા, સોશિયલ મીડીયા ઇન્ચાર્જ જતીનભાઈ ઝાલા, તેમજ નવી દિલ્હી થી ખાસ હાજર પૂર્વ ધારાસભ્ય મુકેશભાઈ બેરવા, પંજાબના ભાડુર APMC ના ચેરમેન, સહિતના લોકો આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાનમાં ભારે જહેમત ઉઠાવે છે.
આજરોજ સાંજે પણ ૨૦૦થી વધુ કાર્યકરો ઝાહીદ ભાઈ સંઘારની આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
રિપોર્ટર:- વિરમભાઇ કે. આગઠ

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!