ધરમપુર તાલુકાના આવધા ગામે સાકાર વ્યાયામ શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું

On: February 20, 2022 11:05 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કાર્યક્રમનું ઉદ્દઘાટન મોટાપોંઢા કૉલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ બી. એન. જોષીના હસ્તે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના સૌજન્યથી નિર્મિત Rainbow warriors Dharampur તથા ગ્રામ પંચાયત આવધા સંચાલિત સાકાર વ્યાયામ શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું.

બી.એન જોષી એ જણાવ્યું કે જીવનમાં તંદુરસ્તીનું મહત્વ, રમત- ગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે ફિટનેસનું મહત્વ સમજાવી સાકાર વ્યાયામ શાળાનો ગામના યુવાનોને વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું હતું.
આજનું યુવાધન મોબાઈલમાં વ્યસ્ત છે ત્યારે તેઓ તન અને મનથી તંદુરસ્ત રહે, એમનું જીવન નિરોગી બને એ માટે આવધા મુકામે સાકાર વાંચન કુટીર ખાતે સાકાર વ્યાયામ શાળા ખુલ્લી મૂકવામાં આવી.Rainbow warriors Dharampurની અનોખી પરંપરા મુજબ આ પ્રસંગે ભારતીય બ્લાઈન્ડ ક્રિકેટ ટીમના ખેલાડી ગણેશભાઈ મુહુડકર તથા અનિલભાઈ ગારિયાનું શાલ ઓઢાડી, ફળાઉ છોડ આપી સન્માન કરવામાં આવ્યું.આ પ્રસંગે સુરેશભાઈ મોકાશી,(માજી તાલુકા પંચાયત સભ્ય) દેવજીભાઈ વૈજલ (માજી તા.પં.ઉપપ્રમુખ) , રમીલાબેન (તા.પં.સભ્ય) , જયેશભાઈ પટેલ (પલ્લવ પ્રિન્ટર ધરમપુર), જયેન્દ્ર ગાંવિત (સરપંચ મનાલા), રજનીકાંત પટેલ (સરપંચ મરઘમાળ), દિનેશ કુંવર (ગ્રા. પં સભ્ય આવધા), અશોક પટેલ , અનિલ ગારિયા, ગણેશ મૂહુડકર, ડૉ વિરેન્દ્ર ગરાસિયા , મહેશભાઈ ગરાસિયા, હિનલભાઈ પટેલ , કમલેશભાઈ માહલા, છોટુભાઈ ગાંવિત , વલ્લભભાઈ નિકુલિયા, પુખરાજ અગ્રવાલ, જયંતિભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. વલ્લભભાઈ વૈજલ તથા યુવાનો સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના આગેવાન વિજયભાઈ દળવી તથા સાઈ સેવા સહયોગ ગ્રુપ આવધાના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમનું સફળ સંચાલન Rainbow warriors Dharampur ગ્રુપના સભ્યો મિતેશ પટેલ, અંકિત પટેલ , મનીષ પટેલ, મેહુલ નાયકા , તેજસ પટેલ તથા આવધા પ્રા.શાળાના શિક્ષક અને rainbow warriors Dharampur કો. ઓર્ડીનેટર શંકરભાઈ પટેલે કર્યું હતું.Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!