ટુકડા ગોસા પ્રાથમિક શાળાની બાળાઓએ જિલ્લાકક્ષા કલા મહાકુંભમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું

On: September 10, 2025 10:47 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગોસા(ઘેડ), તા. 10 સપ્ટેમ્બર
ગત રવિવારે પોરબંદર ડો. વી.આર. ગોઢાણીયા કોલેજ ખાતે યોજાયેલા જિલ્લાકક્ષા કલા મહાકુંભમાં ટુકડા ગોસા પ્રાથમિક શાળાની બાળાઓએ લોકનૃત્ય સ્પર્ધામાં મેદાન મારી પ્રથમ ક્રમે વિજેતા બની છે. આ સફળતા બાદ હવે ટીમ જોન કક્ષા અને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

કલામહાકુંભનો મુખ્ય ઉદ્દેશ બાળકો અને યુવાનોમાં રહેલી કળાપ્રતિભાને ઓળખીને તેમને યોગ્ય પ્લેટફોર્મ આપવાનો છે. આ વર્ષે જિલ્લાકક્ષા કલા મહાકુંભનો શુભારંભ જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમારના હસ્તે થયો હતો. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા અને ડીએસપી ભગીરથસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ સ્પર્ધકોને માર્ગદર્શન તેમજ શુભકામનાઓ પાઠવી હતી.

તાલુકાકક્ષા પર પ્રથમ સ્થાન મેળવનારા સ્પર્ધકોને જિલ્લા કક્ષાએ મોકો અપાયો હતો. પોરબંદર તાલુકામાં લોકનૃત્યમાં પ્રથમ સ્થાન મેળવનાર ટુકડા ગોસા શાળાની બાળાઓએ જિલ્લા કક્ષામાં પોરબંદર તાલુકાનું પ્રતિનિધિત્વ કર્યું અને ઉત્તમ પ્રદર્શન આપી પ્રથમ ક્રમે વિજેતા બની.

આ સિદ્ધિ પાછળ શાળાના આચાર્ય મુરુભાઈ ઓડેદરા, શિક્ષિકા રાજીબેન દાસા, રિદ્ધિબેનની સુમધુર ગાયકી, અભયભાઈ અને મેરુભાઈનો તાલ તેમજ નારણભાઈ જોશી અને પ્રજેશભાઈનો પુરતો સહકાર રહ્યો હતો. બાળાઓની લગન અને મહેનત સાથે શિક્ષકોના માર્ગદર્શનથી આ સિદ્ધિ હાંસલ થઈ છે.

ગામના સરપંચ લાલજીભાઈ ટુકડીયા, એસએમસી સભ્યો, માજી સરપંચ હરજીભાઈ, ગામના આગેવાનો તથા વાલીગણોએ વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા. સૌએ રાજ્ય કક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગામનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!