Government Job: ધોરણ 10 પાસ માટે સરકારી કંપનીએ કાઢી MTS ભરતી, 56,000 સુધી મળશે પગાર

On: March 10, 2026 11:28 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

જો તમે સરકારી નોકરી કરવા ઈચ્છતા હોવ અને ધોરણ 10 પાસ હોવ તો તમારા માટે સારી તક છે. ભારત સરકારના મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી મંત્રાલય હેઠળ કામ કરતા ભારતીય પશુ કલ્યાણ બોર્ડમાં મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની વધારાની જગ્યા ભરવામાં આવી રહી છે. આ માટે બોર્ડે યોગ્ય ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે. ધોરણ 10 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે.

ઈચ્છુક ઉમેદવારોએ ઓફલાઈન અરજી બોર્ડને મોકલવાની રહેશે.

આ માટે તમારે અધિકૃત વેબસાઈટ awbi.gov.in પર માહિતી ચેક કરવાની રહેશે. એમટીએસના પદ પર પસંદગી કેવી રીતે થશે? મંથલી પગાર કેટલો મળશે? ઉંમર કેટલી હોવી જોઈએ? આ જાણકારી ખાસ ચેક કરો.

AWBI MTS Vacancy 2026: જરૂરી માહિતી ખાસ ચેક કરી લો

  • ભરતી બોર્ડ- એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા (AWBI)
  • પદ- મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS)
  • અરજી કરવાની છેલ્લી તારીખ- 31 માર્ચ 2026
  • વય મર્યાદા- 18થી 25 વર્ષ સુધી
  • પગાર ધોરણ- ₹18,000-56,900 માસિક
  • જગ્યા- 03
  • ભરતીનું અધિકૃત નોટિફિકેશન મેળવવા માટે- AWBI MTS Recruitment 2026 Notification PDF

AWBI ક્લર્ક માટે યોગ્યતા
એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયામાં મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની આ ભરતી ગ્રુપ સીની પોસ્ટ માટે છે. જેના માટે કોઈ પણ માન્યતા પ્રાપ્ત શિક્ષણ બોર્ડથી 10મું પાસ કરનારા અરજી કરી શકે છે. મેટ્રિક સાથે અરજીકર્તાની ઉંમર પણ 18 વર્ષ અને 25 વર્ષ વચ્ચે હોવી જોઈએ. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026 મુજબ કાઉન્ટ થશે. જો તમે યોગ્યતા ધરાવતા હોવ તો આ ભરતી માટે અરજી કરી શકો છો.

કેવી રીતે કરશો અરજી?

-ઈચ્છુક ઉમેદવારોએ અધિકૃત વેબસાઈટ કે ભરતી નોટિફિકેશનથી એપ્લિકેશન ફોર્મના ફોર્મેટને ડાઉનલોડ કરવાનું રહેશે.

– ત્યારબાદ તમારે ANNEXURE-I નું પ્રિન્ટ આઉટ લેવાનું રહેશે.

– બ્લોક લેટર્સમાં તમારું નામ, પિતા કે પતિનું નામ, જન્મતારીખ, કેટેગરી (અનામત/ એસસી/એસટી/ઓબીસી/ઈડબલ્યુએસ) લખો.

– ઉંમરમાં છૂટ જોઈએ કે નહીં એ પણ લખો. શૈક્ષણિક યોગ્યતા, કોરેસ્પોન્ડન્સ એડ્રસ, મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી, સરકારી/જાહેર ક્ષેત્રના ઉપક્રમ / સ્વાયત્ત સંસ્થા (હા કે નામાં જવાબ)

– હાલ કોઈ પદ પર કાર્યરત છો કે નહીં.

– બધુ ચેક કરી ડેક્લેરેશન વાંછીને જગ્યા અને તારીખની વિગતો ભરીને નામ તથા સહી કરો.

– અરજી પત્ર સ્પીડ પોસ્ટ દ્વારા બોર્ડને મોકલી દો.

અરજી પત્ર મોકલવા માટે સરનામું

“animal welfare board of india, 42 MileStone, Delhi-Agra Highway, NH-2,. Sikri, Ballabhgarh, Haryana-121004”

ભરતી સંબધિત કોઈ પણ માહિતી માટે તમે બોર્ડની અધિકૃત વેબસાઈટ પણ ચેક કરી શકો છો.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

નારવડ ગામે અખાત્રીજ નિમિત્તે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીનું ધાન્યથી ભવ્ય સન્માન !

કપરાડા વિધાનસભા 181માં જીતુભાઈ ચૌધરીના પ્રચારને જબરદસ્ત જનસમર્થન સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી–2026માં ભાજપે રેકોર્ડ બહુમતીનો દાવો, વિકાસ મુદ્દે મતદારો ઉત્સાહિત !

કપરાડા વિધાનસભામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો પ્રચાર તેજ

સુખાલા–નાનાપોઢામાં ભાજપનો જોરદાર પ્રચાર: મમતા બેન પટેલ અને મિતેશભાઈ પટેલને મતદારોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ

મહાકાળી માં જગતમાં કરુણામઈ માઁ છે — પ્રફુલભાઈ શુક્લ

“જીવનમાં આપણું ધારેલું થાય તો તેને પ્રભુની કૃપા સમજવી અને જો ધારેલું ના થાય તો તે પણ પ્રભુની ઈચ્છા માની સ્વીકારી લેવું.” પ્રફુલભાઈ શુક્લ

error: Content is protected !!