સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા

On: March 26, 2026 6:05 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડતા રાજકીય વર્તુળોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. 79 વર્ષીય સોનિયા ગાંધીને તાત્કાલિક સારવાર માટે દિલ્હીની પ્રખ્યાત સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માતાની તબિયત લથડવાના સમાચાર મળતા જ લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ તાબડતોબ હોસ્પિટલ પહોંચવા માટે રવાના થઈ ગયા હતા.

હાલમાં નિષ્ણાત ડોક્ટરોની એક ટીમ સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે અને તેમની સઘન તપાસ ચાલી રહી છે. જોકે, હોસ્પિટલ પ્રશાસન તરફથી હજુ સુધી તેમની તબિયત અંગે કોઈ સત્તાવાર ‘હેલ્થ બુલેટિન’ જાહેર કરવામાં આવ્યું નથી.

જાન્યુઆરીમાં પણ બગડી હતી તબિયત

સોનિયા ગાંધીને આ પહેલા પણ શ્વાસની તકલીફનો સામનો કરવો પડ્યો છે. બે મહિના પહેલા જ, 5 જાન્યુઆરી 2026 ના રોજ રાત્રે 10 વાગ્યે તેમને શ્વાસ લેવામાં ભારે તકલીફ થતાં સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. એ સમયે ડોક્ટરોએ જણાવ્યું હતું કે શિયાળાની કડકડતી ઠંડી અને દિલ્હીના પ્રદૂષણને કારણે તેમની હાલત વધુ ખરાબ થઈ હતી. ઊંડાણપૂર્વક તપાસ બાદ ડોક્ટરોને જાણવા મળ્યું હતું કે તેમનો ‘બ્રોન્કિયલ અસ્થમા’ (શ્વાસનળીનો અસ્થમા) વકરી ગયો છે. એ વખતે તેઓ 6 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા હતા અને રજા મળ્યા બાદ પણ તેમના નિવાસસ્થાને તેમની સારવાર ચાલુ રહી હતી.

લાંબા સમયથી છે શ્વાસ અને ઉધરસની તકલીફ

79 વર્ષીય સોનિયા ગાંધીને લાંબા સમયથી ઉધરસ અને શ્વાસની બીમારી સતાવી રહી છે, જેના કારણે તેઓ નિયમિતપણે રૂટિન ચેકઅપ માટે ડોક્ટર પાસે જતા રહે છે. ગયા વર્ષે, 7 જૂન 2025 ના રોજ જ્યારે તેઓ હિમાચલ પ્રદેશના પ્રવાસે ગયા હતા, ત્યારે પણ તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી. તે સમયે સોનિયા ગાંધી શિમલામાં તેમની પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાના ઘરે રોકાયા હતા. તબિયત વધુ લથડતાં તેમને પહેલા શિમલાની એક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા અને ત્યારબાદ શિમલાથી દિલ્હી પરત લાવીને ફરીથી સર ગંગા રામ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અત્રે નોંધનીય છે કે, 2004 થી 2014 સુધીના યુપીએ (UPA) સરકારના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન સોનિયા ગાંધીનું રાજકીય કદ ખૂબ જ મોટું હતું. તેમણે રાષ્ટ્રીય સલાહકાર પરિષદ (NAC) અને યુપીએ ગઠબંધનના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. આ સમયગાળામાં સરકારના મોટા નીતિગત નિર્ણયો લેવામાં તેમની ખૂબ જ નિર્ણાયક ભૂમિકા રહી હતી, જેના કારણે રાજકીય વર્તુળોમાં તેમની છબી એક ‘સુપર પીએમ’ જેવી જળવાઈ રહી હતી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

નારવડ ગામે અખાત્રીજ નિમિત્તે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીનું ધાન્યથી ભવ્ય સન્માન !

કપરાડા વિધાનસભા 181માં જીતુભાઈ ચૌધરીના પ્રચારને જબરદસ્ત જનસમર્થન સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી–2026માં ભાજપે રેકોર્ડ બહુમતીનો દાવો, વિકાસ મુદ્દે મતદારો ઉત્સાહિત !

કપરાડા વિધાનસભામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો પ્રચાર તેજ

સુખાલા–નાનાપોઢામાં ભાજપનો જોરદાર પ્રચાર: મમતા બેન પટેલ અને મિતેશભાઈ પટેલને મતદારોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ

મહાકાળી માં જગતમાં કરુણામઈ માઁ છે — પ્રફુલભાઈ શુક્લ

“જીવનમાં આપણું ધારેલું થાય તો તેને પ્રભુની કૃપા સમજવી અને જો ધારેલું ના થાય તો તે પણ પ્રભુની ઈચ્છા માની સ્વીકારી લેવું.” પ્રફુલભાઈ શુક્લ

error: Content is protected !!