દેગામ-લવાસા વિસ્તારમાં પોલીસની કોમ્બિંગ ઝુંબેશ, ગુનાખોરી પર કડક નજર

On: April 7, 2026 2:28 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

નાનાપોઢા તાલુકામાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને ધ્યાનમાં રાખી નાનાપોંઢા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. ઈન્સ્પેક્ટર એમ.એન. કાતરીયાના નેતૃત્વ હેઠળ દેગામ અને લવાસા જેવા પરપ્રાંતીય વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ કામગીરી હાથ ધરાઈ છે.

પોલીસ દ્વારા ગલી-મહોલ્લા, સંવેદનશીલ વિસ્તારો, પડતર મકાનો અને ભાડાના રહેણાંક સ્થળોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ લાગતા વ્યક્તિઓની ઓળખ ચકાસણી સાથે પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. સાથે જ ગેરકાયદેસર દારૂ, હથિયાર અથવા અન્ય અપ્રમાણસર પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
દેગામ અને લવાસા વિસ્તારોમાં પરપ્રાંતીય મજૂરોની મોટી વસતિ હોવાને કારણે ચૂંટણી સમયે વિશેષ સતર્કતા જરૂરી બની રહે છે. આ બાબતને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ ઝુંબેશ ચાલુ રાખવામાં આવી રહી છે. રાત્રિના સમયે પણ પેટ્રોલિંગ વધારવામાં આવતા ગુનાખોરી પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પોલીસ દ્વારા સ્થાનિક નાગરિકો સાથે સંવાદ સાધી તેમને અફવાઓથી દૂર રહેવા અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે. આ ઝુંબેશથી વિસ્તારના લોકોને સુરક્ષાની ભાવના અનુભવી રહી છે અને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

ઈન્સ્પેક્ટર કાતરીયાએ જણાવ્યું હતું કે ચૂંટણી શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ છે. ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ ઝુંબેશ સતત ચાલુ રહેશે અને કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!