વલસાડ જિલ્લાની ભિલાડ RTO ચેકપોસ્ટ ઉપરથી એક કારમાંથી 36 બોક્સમાંથી 552 બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે.

On: January 7, 2023 5:38 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

  • ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં મહારાષ્ટ્રના પીએસઆઈનો પણ હાથ છે. તલાસરીના પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ધાંગડે ને ફોન કરતા તેના માણસે દારૂનો જથ્થો ભરાવી આપ્યો હોવાનું અને જથ્થો અર્જુન નામના ઈસમને પહોંચાડવાના હોવાનું જણાવ્યું હતું.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અવારનવાર દારૂ પકડાતો રહે છે. ક્યારેક રાજસ્થાન બોર્ડરથી તો ક્યારેક કોઈ અન્ય જગ્યાએથી. ત્યારે હવે મહારાષ્ટ્રથી દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરાયો હતો, જે એલસીબીએ નિષ્ફળ બનાવ્યો છે. એલસીબીએ વલસાડ જિલ્લાની ભિલાડ RTO ચેકપોસ્ટ ઉપરથી એક કારમાંથી 36 બોક્સમાંથી 552 બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે. તપાસમાં મહારાષ્ટ્રના પીએસઆઈની સંડોવણી પણ સામે આવી છે. પોલીસે પીએસઆઈ સહિત ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.

AD.

મળતી માહિતી મુજબ વલસાડ LCBની ટીમ ભિલાડ પોલીસ વિસ્તારમાં પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન મળેલી બાતમીના આધારે એક કાર મહારાષ્ટ્ર તરફથી દારૂનો જથ્થો ભરી, ભીલાડ થઈ સુરત તરફ જવાના હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે એલસીબીની ટીમ ભીલાડ આરટીઓ ચેકપોસ્ટ હાઈવે ઉપર વોચ ગોઠવી હતી. જે દરમિયાન બાતમીવાળી કાર આવતા, કારને અટકાવી તપાસ કરતા, કારની વચ્ચેની તથા પાછળની સીટ નીચે તથા સીટ ઉપરથી 36 બોક્સમાં 552 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

એલસીબીની ટીમે દારૂના જથ્થા સાથે નલીન રણછોડભાઈ વરિયા અને નીરવ ઉર્ફે પીન્ટુ મધુસુદન દેસાઈની અટકાયત કરી પૂછપરછ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં મહારાષ્ટ્રના પીએસઆઈનો પણ હાથ છે. તલાસરીના પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ધાંગડે ને ફોન કરતા તેના માણસે દારૂનો જથ્થો ભરાવી આપ્યો હોવાનું અને જથ્થો અર્જુન નામના ઈસમને પહોંચાડવાના હોવાનું જણાવ્યું હતું. એલસીબીની ટીમે કુલ 7.87 લાખનો મુદ્દા માલ કબજે લઈ, દારૂ ભરાવનાર તલાસરીના પી.એસ.આઇ ધાંગડે, તેનો માણસ અને દારૂ મંગાવનાર અર્જુનને વોન્ટેડ જાહેર કરી ભીલાડ પોલીસ મથકે ગુનો આગળની તપાસ હાથ ધરી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!