

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત અંભેટી કાપરિયાની પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન ચંદુભાઈ પટેલ, દ્વારા દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકાયો હતો. આચાર્યા કેતુલબેન સ્વાગત પ્રવચન કરી સૌને સંબોધિ કાર્યક્રમની રૂપરેખા આપી હતી.કાર્યક્રમમાં શાળામાં વિધાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં અવનવી વિવિધ કુતિઓ રજુ કરી હતી.



અંભેટીની પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના દરેક બાળકોએ ખુબ આનંદ-ઉત્સાહથી ભાગ લઈ શાળાના પ્રાંગણને ગીત સંગીત અને નૃત્યસભર વાતાવરણથી રંગીન બનાવ્યું હતું. વર્ષ દરમિયાન પ્રાથમિક શાળાઓમાં કાર્યરત બહેનોની પ્રેમથી સમર્પિત કામગીરી આ કાર્યક્રમના આયોજનમાં તાદ્રશ્ય થતી હતી. વાલીઓએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું.અંભેટીની પ્રાથમિક શાળામાં કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રસુત કરાયેલ આદિવાસી અને મરાઠી ગીત મનોરંજન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીની ખુશી રિતિક્ષા અને તરુણીકાબહેન દ્વારા કરવામાં આવ્યું હતું.

મુખ્ય મહેમાન ચંદુભાઈ પટેલે ખુબજ ઉત્સાહી અને હોસ્લો બુલંદ એવા આચાર્ય કેતુંલબેનના ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.એમની સાથે એમના સ્ટાફ અને એસએમસીના અધ્યક્ષ નીતિનભાઈને પણ અભિનંદન આપ્યા હતા. વાલિદીન સમારંભના પ્રમુખ તરીકેનું સ્થાન આપવા બદલ આભાર પ્રગટ કર્યો હતો.વધુમાં જણાવ્યું કે બાળકોએ મારે પ્રમુખ તરીકે જે કંઇ પ્રવચનમાં બોલવાનું હતું એ કૃતિ અને નાટકો દ્વારા રજૂ કર્યું છે એટલે મારા માટે કંઈક ખાસ બોલવાનું રાખ્યું નથી છતાં મે પણ તમોએ ૧૦ – ૧૫ દિવસ થી કૃતિઓ રજૂ કરવા તૈયારી કરી હશે એજ રીતે મે પણ બે દિવસથી બાળકો ને પ્રવચન માં શું સંદેશો આપવાનું કે જેનાથી દરેક વિદ્યાર્થી ને સફળ વ્યક્તિ બનવા પ્રેરણા મળે . વાલી દિન નિમિત્તે હાજર માતાઑ ની સંખ્યા પિતાઓની સંખ્યા કરતા અનેક ઘણી છે એટલે મને ઘણું સારું લાગ્યું કારણકે વિદ્યાર્થીના જીવનમાં એના વિકાસ માટે સૌથી જવાબદાર વ્યક્તિ હોય તો તેમની મા છે પછી બીજા નંબરે પિતા પરિવાર અને ત્રીજા ક્રમે ટીચર જેઓ એક વિદ્યાર્થીને સફળ અને મહાન વ્યક્તિ બનાવે છે આજનું બાળક આવતી કાલનું ભવિષ્ય છે અહી ઉપસ્થિત બાળક ભાવિ રાજકીય નેતા , પ્રોફેસર ડૉક્ટર, ઇજનેર કે શિક્ષક હશે એક દીકરીને મેં પૂછ્યું કે તારે શું બનવું છે તો એમને કીધું કે હું મોટી થઈને કલેક્ટર બનીશ. એની લગન અને મેહનત થી જરૂર સફળ કલેક્ટર બનશે. દરેક બાળકોએ જીવનમાં શું બનવું એનો ધ્યેય રાખી તનતોડ મહેનત કરી મહાન અને સફળ વ્યકિત બનવું જોઈએ. અમે15 વર્ષ પહેલા નવા વરસની ઉજવણી નો પ્રોગ્રામ કરતા હતા.ફળિયામાં તમારા જેવા નાના નાના બાળકો ભાગ લેતા હતા છોકરાઓને મનોરંજન કરાવતો રમતગમતની હરીફાઈ રહેતી અને સ્ટેજ પર દરેક બાળકને બોલાવતા હતા. પોતે શું બનવું છે એ પૂછવામાં આવતું.મોટા ભાગ ના બાળકો શિક્ષક, ડૉક્ટર કે એન્જિનિયર બનવા ન સ્વપ્ન જોતાં હતાં. પરંતુ અક્ષય આહીર ચાર પાંચ વર્ષનો હશે ત્યારે એમને ડ્રાઇવર બની ટ્રક ના માલિક થવાનું જણાવ્યું હતું.અત્યારે એમની ઉંમર 20 વરસની હશે જેમની પાસે આજે બે ટ્રક અને એક જેસીબી છે આશ્ચર્ય એ છે કે એમણે મા-બાપનો સહારો લીધા વગર સ્વપ્ન સાકાર કર્યું.આ રીતે તમે પણ પોતાના ઉદ્દેશ ને હાસિલ કરી શકો છો .
AD.


વાલીઓ ને જણાવ્યુકે વર્તમાન સમયમાં દરેક બાળક અપડેટ થઈને જ જન્મે છે એ કંઇ કુમળું ઝાડ નથી કે જેવું વાળે એવું વળે પોતાની કાબેલિયત સાથે જન્મે છે શિક્ષકો અને વાલી બંને મળીને એનામાં શું પ્રતિભા છે એ જાણવાની જરૂર છે એને ખિલવાની છે બંને સાથે મળીને બાળકની પાછળ મેહનત કરશો તો એ બાળક જરૂરથી સમાજ અને દુનિયા માટે કંઈક સારું કરશે, મહાન અને સફળ વ્યક્તિ બની શકશે.
દુનિયામાં માનવ જન્મ લઈને ત્રણ ઉદ્દેશ માટે જીવન વિતાવે છે. સુખ, શાંતિ અને સમૃધ્ધિ.
પરંતુ આ ત્રણ વસ્તુ ને હાસિલ કરી જીવનને સફળ બનાવવા માટે ત્રણ પીલ્લર ની જરૂર હોય છે. Health, Education and good character.
સૌ પ્રથમ આપણું શરીર ત્યાર પછી શિક્ષણ અને ત્રીજા નંબરે સંસ્કાર . જીવનના ત્રણે પાયા એકદમ મજબૂત રાખશો તો મહાન વ્યક્તિ બની શકશો આ ત્રણેય પાયાને ચણનારા કારીગરો મા-બાપ અને શિક્ષકો છે જે રીતે કૃતિઓ રજૂ કરવા માટે ટીચરો એ મહેનત કરી શાનદાર કાર્યક્રમની સફળતા મેળવી.એવી જ મહેનત બાળકોને શિક્ષણ અને માર્ગદર્શન આપવામાં આવશે તો આપણા વિદ્યાર્થીઓ વિવિધ પ્રતિભાશાળી વ્યક્તિ બની સમાજ અને દેશ ના વિકાસ માટે ઉપયોગી બનશે.
કપરાડા તાલુકાના અંભેટી કાપરિયાની પ્રાથમિક શાળામાં વાલી સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના દરેક બાળકોએ ખુબ આનંદ-ઉત્સાહથી ભાગ લઈ શાળાના પ્રાંગણને ગીત સંગીત અને નૃત્યસભર વાતાવરણથી રંગીન બનાવ્યું હતું. વર્ષ દરમિયાન પ્રાથમિક શાળાઓમાં કાર્યરત બહેનોની પ્રેમથી સમર્પિત કામગીરી આ કાર્યક્રમના આયોજનમાં તાદ્રશ્ય થતી હતી.ગામના સરપંચ યોગેશભાઈ , વાલીઓએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું.અંભેટીની પ્રાથમિક શાળામાં કાર્યક્રમનું સંચાલન રિતિક્ષા ખુશી અને તરુણીકાબહેન દ્વારા કરવામાં આવ્યું હતું.આભારવિધિ આચાર્ય કેતુલ બેન એ કરી હતી.






