વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીની પગલે ખેડૂતોને જરૂરી તકેદારી રાખવા અનુરોધ

On: March 3, 2023 11:37 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

હવામાન વિભાગ દ્વારા રાજયના કેટલાક વિસ્તારોમાં આગામી તા.૦૧/૦૩/૨૦૨૩ થી તા.૦૬/૦૩/૨૦૨૩ દરમ્યાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

તા.૦૫/૦૩/૨૦૨૩ અને તા.૦૬/૦૩/૨૦૨૩ દરમ્યાન વલસાડ જિલ્લામાં સંભવિત કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ જિલ્લાના ખેડૂતોએ કૃષિ અને બાગાયતી પેદાશોને સંભવિત નુક્શાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે ખેત ઉત્પાદિત પાકો, ખેતરમાં કાપણી કરેલો પાક ખુલ્લામાં હોય તો તેને સલામત સ્થળે ખસેડવા કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટીકના કાગળ કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા, ખેતરમાં જરૂરી માપસર પિયત આપવુ, જંતુનાશક દવા અને નિંદામણનાશક દવાનો કે રાસાયણીક ખાતરોનો ઉપયોગ આ સમયગાળા માટે ન કરવો, શાકભાજી પાકો, કઠોળ અને આંબાવાડીમાં રોગ-જીવાતનો ઉપદ્રવ ન વધે તેના નિયંત્રણ માટે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંભેટી, કપરાડા અને નવસારી કૃષિ યુનિવર્સીટી,નવસારી દ્વારા જણાવેલા પગલા લેવા વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારી અને વલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામક દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

Ad…

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!