કપરાડાની સરકારી કોલેજમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “ફીટ ઈન્ડિયા ફ્રીડમ રન” યોજાઈ

On: March 3, 2023 1:18 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની સરકારી વિનયન કોલેજ ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત તા. ૩જી માર્ચે સવારે ૯:00 કલાકે “ફીટ ઈન્ડિયા ફ્રીડમ રન” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના ૨૭ ભાઈઓ તેમજ ૦૮ બહેનો મળી કુલ ૩૫ વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો.
આ દોડ સ્પર્ધાનું આયોજન કોલેજના ગ્રાઉન્ડથી ગર્લ્સ હોસ્ટેલ સુધી અને પરત કોલેજ સુધી આમ કુલ 3 કિલોમીટનું અંતર રાખવામાં આવ્યું હતું. દોડ સ્પર્ધાનું આયોજન કોલેજના આચાર્ય ડો.ડી.એન.દેવરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ દોડ સ્પર્ધાના નિયમો અંગે કોલેજના પી.ટી.આઇ. સંદીપભાઈ ટંડેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. કોલેજના કર્મચારીગણ અને વિદ્યાર્થી ભાઈઓ-બહેનોની ઉપસ્થિતિમાં સ્પર્ધાની શરૂઆત કોલેજના આચાર્ય દ્વારા કરવામાં આવી હતી. આ સ્પર્ધાનું સમગ્ર આયોજન અને સંચાલન નોડેલ ઓફિસર ડો.વિરેન્દ્વભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભાઈઓમાં પ્રથમ ક્રમે ભોયા ભાવેશ અર્જુનભાઇ અને બહેનોમાં ભોયા જયવંતી રાજારામભાઇએ પ્રાપ્ત કર્યો હતો તેમને ઈનામ સ્વરૂપે ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું.

Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!