મહારાષ્ટ્રના માણગાંવમાં ૮મી માર્ચથી રોજ સાંજે ફોન-ટીવી બંધ..

On: March 4, 2023 11:21 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

દરરોજ સાંજે ૭ થી ૮:૩૦ સેલ ફોન અને ટીવી સેટ બંધ રાખી પુસ્તક વાંચન કે પરિવાર સાથે ગોઠડીમાં સમય વિતાવવા સૂચના

મહારાષ્ટ્રના નાનકડા માણગાંવની ગ્રામ પંચાયતે બહુ મહત્વનો નિર્ણય લીધો છે.આ નિર્ણય ઇલેક્ટ્રોનિક્સનાં આધુનિક ઉપકરણોના બેહદ ઉપયોગથી બચવાનો અને પારિવારિક મૂલ્યોનો આદર કરવાનો. માણગાંવની જનતાને એવી ઉમદા સલાહ આપવામાં આવી છે કે દરરોજ સાંજે ૭ :૦૦ થી રાતના ૮ઃ૩૦ દરમિયાન તમારા સેલ ફોન(મોબાઇલ ફોન) અને ટેલિવિઝન સેટ બંધ કરીને વાંચન શોખ કેળવવો,પરિવારનાં સભ્યો સાથે બે ઘડી મીઠી ગોઠડી કરવી,બાળકોને ઇલેક્ટ્રોનિક્સનાં ઉપકરણોના વધુ પડતા ઉપયોગથી અટકાવવાં.૧૫,૦૦૦ ની વસતિ ઘરાવતા પશ્ચિમ મહારાષ્ટ્રના માણગાંવના સરપંચ રાજુ મગદુમે એવી માહિતી આપી હતી કે અમે ૨૦૨૩ની ૨૬ જાન્યુઆરીએ ગ્રામ પંચાયતની બેઠકમાં સેલ ફોન અને ટીવીના અમર્યાદ ઉપયોગની કુટેવ સામે ઝુંબેશ શરૂ
કરવાનો સર્વાનુમતે મહત્વનો નિર્ણય કર્યો છે. હવે આ ઝુંબેશનો અમલ૮,માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિને
શરૂ કરીશું. જોકે હાલના તબક્કે આ નિર્ણય સ્વૈચ્છિક હશે પણ સમય જતાં તેને ફરજિયાત કરવા પણ વિચાર કર્યો છે. ભવિષ્યમાં આ નિર્ણયનો ચુસ્ત અમે
કરવા એક પરિવારને પાંચ વખત તક આપવામાં આવશે. જે કુટુંબ છઠ્ઠી વખત પણ નિર્ણયનો ભંગ કરશે તેને સજારૂપે પ્રોપર્ટી ટેક્સ (મિલકત વેરો) વધારી દેવાશે.

Ad…

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!