હવામાન વિભાગની આગાહી મુજબ દેશમા ગુજરાત સહિત પાંચ રાજ્યોના હવામાનમાં પલટો આવી શકે તેવી સંભાવના

On: March 12, 2023 4:41 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

હવામાન વિભાગની આગાહી મુજબ દેશમા ગુજરાત સહિત પાંચ રાજ્યોના હવામાનમાં પલટો આવી શકે તેવી સંભાવના વ્યકત કરી છે.ત્યારે આ આગાહી બાદ ત્રણ રાજ્યોમાં હીટવેવની સંભાવના દર્શાવવામાં આવી છે.

જેમા ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૂર્ણ થયેલુ જોવા મળે છે,જ્યારે મેદાની વિસ્તારોમાં ચક્રવાતી હવાઓની ગતિ ધીમી પડી રહી છે.જેમા ગુજરાત સહિત મહારાષ્ટ્ર,રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં હવામાનમાં ફેરફાર જોવા મળે છે.આ સાથે ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી પણ કરવામાં આવી છે.આમ હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઝારખંડ,પશ્વિમ બંગાળ, છત્તીસગઢ,ઓડિસા તેમજ મહારાષ્ટ્રના વિવિધ સ્થળો પર ભારે પવન તેમજ વીજળીના કડાકા સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ સાથે ભારતના હવામાન વિભાગના જણાવ્યા મુજબ કર્ણાટકના દરિયાઈ પટ્ટીના વિસ્તારો તેમજ ગોવા, કોંકણ ગુજરાતના સૌરાષ્ટ્ર તેમજ કચ્છ વિસ્તારોમા તાપમાન 37-39 ડિગ્રી થવાની સંભાવના કરવામાં આવી છે.

Ad…

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!