નાનાપોઢા માં વીજ સલામતીની જાગૃતિ કેળવવા કર્મચારીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

On: May 5, 2023 8:39 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

નાનાપોઢા માં વીજ સલામતીની જાગૃતિ કેળવવા કર્મચારીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

વીજ સલામતીની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં સલામતીનો સંદેશ અંગે જાગૃતિ આવે તે છેવાડાના ગ્રાહક સુધી પહોંચાડવા અને અવગત કરાવવા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ નાનાપોઢા અને કપરાડા પેટા વિભાગીય કચેરી દ્વારા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં સલામતી અંગેના બેનર સાથે જન જાગૃતિ ફેલાય તે માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની દક્ષિણ ગુજરાત વીજ કંપની નાનાપોઢા અને કપરાડા પેટા વિભાગીય કચેરી નાનાપોંઢા ખાતે વીજ સલામતી રેલીનું આયોજન કર્મચારીઓ દ્વારા નેશનલ હાઈવે ચાર રસ્તા નાનાપોંઢા બજાર વિસ્તાર માં રેલી અને વીજ સલામતી ને લગતા સૂત્રો બોલવવામાં આવ્યા હતા. આવનારી ચોમાસા ની સીઝનમાં વીજ અકસ્માત ન થાય તથા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના માનવંતા ગ્રાહકો માં વીજ સલામતી અંગે જાગૃતિ આવે તે માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નાનાપોંઢા કચેરીના નાયબ ઈજનેર એસ.આર.પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ ગ્રાહકોને અવિરત વીજ પુરવઠો મળતો રહે તે પ્રકાર ની સેવા , સલામતી ની સાથે પૂરી પાડવા કટિબદ્ધ છે. તથા આવનારી ચોમાસા ની સીઝનમાં પણ કોઈપણ પ્રકારની આકસ્મિક પરિસ્થતિ માં પણ ગ્રાહકોને સારી વિજ સેવા આપવા માટે કટિબદ્ધ છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!