
લાંબા સમયથી એક્ટિવા નો ઉપયોગ ન કરવાને કારણે તે જર્જરિત હાલતમાં પહોંચી ગઈ હતી.વિચાર આવ્યો Olx પર વેચી દવ.
કિંમત રાખી રૂ. ૩૫૦૦૦ પૂર ૨૫-૩૦ હજાર સુધીની ઘણી ઓફર આવી હતી. મને લાગ્યું કે ૩૩-૩૪ હજાર આવે તો જ અપાયને એક વ્યક્તિની ૩૨૦૦૦ સુધીની ઓફર આવી હતી. પણ તેને વિચારીને જવાબ આપવાનું કહ્યુ.
એક સવારે ફોન આવ્યો, સામેવાળી વ્યક્તિએ કહ્યું-
હેલો સાહેબ, તમારી ટુ વ્હીલરની એડ જોઈ. તે મને ગમ્યું છે. પરંતુ મેં ઘણો પ્રયાસ કર્યો છતાં હું માત્ર ૨૭૦૦૦ જ ભેગા કરી શક્યો.મારો દીકરો એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં છે. તેણે ખૂબ જ મહેનત કરી છે. ક્યારેક પગપાળા, ક્યારેક સાયકલ, ક્યારેક બસ, ક્યારેક કોઈની સાથે એ ભણવા જાય છે. વિચાર્યું કે છેલ્લા વર્ષમાં તેણે પોતાની ગાડીમાં જવું જોઈએ. શું તમે મહેરબાની કરીને મને આપશો???. નવી ગાડીનીની કિંમત વધુ છે. અને તે મારા માટે તો ખૂબ જ વધુ છે. એક વિનંતી હતી કે થોડો સમય મારા માટે રાહ જોવો. મને થોડો સમય આપો હું પૈસાની વ્યવસ્થા કરું છું. મોબાઈલ વેચીને થોડા પૈસા મળશે. પણ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું સાહેબ, ગાડી તો મને જ આપજો.
મેં ફક્ત ઔપચારિકતા તરીકે ઓકે કહીને ફોન કટ કરી દીધો.મનમાં કેટલાક વિચારો આવ્યા.મે પાછો ફોન કર્યો અને કહ્યું કે તમારો મોબાઈલ નહી વેચતા, કાલે સવારે તે ૨૭૦૦૦ લઈને આવજો અને ગાડી લઈ જજોમારી પાસે ૩૨૦૦૦ ની ઓફર હોવા છતાં હું ૨૭૦૦૦માં એ વ્યક્તિને ગાડી આપવાનો હતો. વિચાર્યું કે આજે એ પરિવારમાં કેટલી ખુશીનો માહોલ હશે.અને મને બહુ નુકસાન પણ નહોતું થયું કેમ કે વાપરવા સમયેમે ઘણી વાપરી હતી અને અત્યારે તો ગાડી એમ જ પડી હતી. અને ભગવાને મને ઘણું આપ્યું પણ છે.એટલે પાચેક હજારમાં કાઈ ફરક પણ નહીં પડે.
બીજા દિવસે સવારે તેણે ઓછામાં ઓછા પાચેક વાર ફોન કર્યો હશે. સર, હું કેટલા વાગે આવું ??, તમને ખોટું લાગતું હોય તો હું મારા પુત્રને પણ સાથે લેતો આવું??, તમારો સમય બરબાદ નહિ થાયને?? પણ તમે બીજા કોઈને તે આપતા નહીં . તે તેના પુત્ર સાથે ૫૦૦,૧૦૦,૫૦,૨૦ ની નોટોના અલગ અલગ બંડલ લઈ ને આવ્યા હતા. એવું લાગ્યું કે ખબર નહીં ક્યાંથી આ પૈસા માગીને કે એકઠા કરીને લાવ્યા હસે કે કટકે કટકે ભેગા કરીને રાખ્યા હસે.
દીકરો ખૂબ જ આતુરતા અને કૃતજ્ઞતાથી ગાડી તરફ જોઈ રહ્યો હતો. મેં તેને બંને ચાવીઓ, કાગળ આપ્યા.
દીકરો વહાલથી સીટ પર હાથ ફેરવી રહ્યો હતો. રૂમાલ કાઢીને આખી ગાડી લૂછી. તેણે પૈસા આપીને ગણવાનું કહ્યું, મેં કહ્યું તમે ગણીને જ લાવ્યા હસો, કોઈ વાંધો નહી. તેમાંથી મેં તેને ૫૦૦ ની નોટ પાછી આપી અને કહ્યું કે ગાડીની હેડ લાઈટ ખરાબ છે રિપેર કરાવી લેજે અને પેટ્રોલ પણ ભરાવી દેજે, ટાંકી ખાલી છે.
તેમની આંખોમાં કૃતજ્ઞતાના દેખાતી હતી. વિદાય લેતી વખતે ખૂબ જ નમ્રતાથી પ્રણામ કર્યા. અને વારંવાર આભાર વ્યક્ત કર્યો.બાપ દીકરો બંને ગાડી પર બેસી ગયા અને જવાની તૈયારીમાં જ હતા ત્યાં મે એમને ઊભા રાખ્યા અને અને દીકરાને કહ્યું ઘરે જતી વખતે પેલા ૫૦૦ની મીઠાઈ લેતો જજે. હેડ લાઈટ ચાલે જ છે અને પેટ્રોલ પણ ફૂલ ભરેલું જ છે.
આભાર.






