અંબાલાલ પટેલ : તારીખ 22, 23 અને 24 જૂનની આસપાસ ગુજરાત રાજ્યમાં વરસાદ પડી શકે છે

On: May 28, 2023 4:27 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

  • આવતી કાલે અંદમાન નિકોબરથી ચોમાસું આગળ વધી શકે તેવી શક્યતા છે,
  • અંદામાનમાં સ્થિર થયેલું ચોમાસું પહેલી જૂને કેરળમાં પ્રવેશ કરશે તેવી સંભાવના વ્યક્ત કરી છે.
  • તારીખ 8 અને 9 જૂનની આસપાસ દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ વરસશે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
  • ગુજરાત રાજ્યમાં 15 થી 30 જૂન વચ્ચે ચોમાસુ શરૂ થશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તે ઉપરાંત તારીખ 22મી જૂન આસપાસ વિધિવત ચોમાસાનો ગુજરાત રાજ્યમાં પ્રારંભ થશે.

Ad….

ગુજરાત રાજ્યમાં પ્રારંભ થશે. ચોમાસાની શરૂઆત અને અંત આ વર્ષે સારો રહેશે. ત્યારે ચોમાસાના મધ્ય ભાગમાં થોડી ગડબડ થઈ શકે છે.

Ad…

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, આવતી કાલે અંદમાન નિકોબરથી ચોમાસું આગળ વધી શકે તેવી શક્યતા છે, તેમજ અંદામાનમાં સ્થિર થયેલું ચોમાસું પહેલી જૂને કેરળમાં પ્રવેશ કરશે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

Ad..

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસા અંગે આગાહી કરતા જણાવ્યું કે, તારીખ 15 જૂન પહેલા ગુજરાત રાજ્યમાં દરિયામાં તોફાન સર્જાઈ શકે તેવી સંભાવના છે. તેમજ તારીખ 8 અને 9 જૂનની આસપાસ દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ વરસશે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

Ad..

વધુમાં અંબાલાલ પટેલે કહ્યું કે તારીખ 22, 23 અને 24 જૂનની આસપાસ ગુજરાત રાજ્યમાં વરસાદ પડી શકે છે અને તારીખ 4, 5 અને 6 જૂનના રોજ ગુજરાત રાજ્યમાં છુટોછવાયો વરસાદ પડશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે.

Ad..

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં 15 થી 30 જૂન વચ્ચે ચોમાસુ શરૂ થશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તે ઉપરાંત તારીખ 22મી જૂન આસપાસ વિધિવત ચોમાસાનો ગુજરાત રાજ્યમાં પ્રારંભ થશે. ચોમાસાની શરૂઆત અને અંત આ વર્ષે સારો રહેશે. ત્યારે ચોમાસાના મધ્ય ભાગમાં થોડી ગડબડ થઈ શકે છે તેવી આશંકા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!