1.84 કરોડના ખર્ચે બની રહેલો નવો પુલ નિર્માણાધીન પુલ ખુલ્લો મૂકાય એ પહેલા તૂટી ગયો

On: June 16, 2023 5:08 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

  • 1.84 કરોડના ખર્ચે બની રહેલો નવો પુલ બુધવારે વહેલી સવારે તૂટી પડતા તંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચારની પોલ ખૂલી ગઈ છે.
  • હલકી ગુણવત્તાને કારણે તેમજ માર્ગ મકાન વિભાગ દ્વારા યોગ્ય ધ્યાન આપ્યું ન હોય પ્રજાના કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

તાપી જિલ્લાના વ્યારા તાલુકા માયપુર અને વાલોડ તાલુકાના દેગામા ગામ વચ્ચે મીંઢોળા નદી પરનો પુલ

સ્થાનિક લોકોનો આરોપ છે કે આ પુલમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. હલકી ગુણવત્તાની વસ્તુ ઉપયોગમાં લેવામાં આવી હોવાથી પુલ તૂટી ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેગામા ગામે મીંઢોળા નદી પર અંદાજિત 1.84 કરોડના ખર્ચે બની રહેલો નવો પુલ બુધવારે વહેલી સવારે તૂટી પડતા તંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચારની પોલ ખૂલી ગઈ છે. નિર્માણાધીન આ પુલ ખુલ્લો મૂકાય અને લોકો માટે ઉપયોગી બને તે પહેલા જ વચ્ચેથી તૂટી જતાં એજન્સીની કામગીરી સામે પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હલકી ગુણવત્તાને કારણે તેમજ માર્ગ મકાન વિભાગ દ્વારા યોગ્ય ધ્યાન આપ્યું ન હોય પ્રજાના કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકા માયપુર અને વાલોડ તાલુકાના દેગામા ગામ વચ્ચે મીંઢોળા નદી પર પુલ બનાવવા માટે 2020માં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. પુલ બનાવવા માટે સુરતની અક્ષય કન્સ્ટ્રકશન નામની એજન્સીનું 1.84 કરોડ રૂપિયાનું ટેન્ડર મંજૂર થયું હતું. આ કામગીરી 11 મહિનાની સમયમર્યાદામાં 2021માં પૂર્ણ કરવાનું હતું. પરંતુ એજન્સી દ્વારા કામ સમયમર્યાદામાં કામ પૂરું થઈ શક્યું ન હતું. હાલ આ પુલની કામગીરી પ્રગતિમાં હતી અને એપ્રોચની કામગીરી ચાલી રહી હતી. તે સમયે બુધવારે સવારે 6 વાગ્યાની આસપાસ અચાનક પુલ વચ્ચેથી તૂટી ગયો હતો. પુલના ગર્ડર સીધા નદીમાં પડ્યા હતા. લોકાર્પણ થાય તે પહેલા જ પુલ તૂટી પડતાં પુલ બનાવનાર એજન્સી અને માર્ગ મકાન વિભાગની કામગીરી સામે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિક લોકોનો આરોપ છે કે આ પુલમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. હલકી ગુણવત્તાની વસ્તુ ઉપયોગમાં લેવામાં આવી હોવાથી પુલ તૂટી ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. સાથે જ માર્ગ મકાન વિભાગ અને એજન્સીની મિલી ભગતને કારણે જ આવી નબળી કામગીરી થઈ હોવાનું લોકોનું માનવું છે. બીજી તરફ વાલોડ માર્ગ મકાન વિભાગ (પંચાયત)ના નાયબ કાર્યપાલક ઇજનેર નિરવ રાઠોડે જણાવ્યુ હતું કે, આ પુલ કઈ રીતે તૂટ્યો તેનું કારણ જાણવા માટે તજ્જ્ઞોની મદદ લઈ તપાસ હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે વ્યારાના માયપુરથી વાલોડના દેગામાને જોડતો આ પુલ ખૂબ જ મહત્વનો સાબિત થવાનો હતો. કામ પૂર્ણ થતાં આજુબાજુના 15 જેટલા ગામો માટે આ પુલ ચોમાસા દરમિયાન આશીર્વાદરૂપ બને તે પહેલા જ તે તૂટી જતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સ્થાનિક નેતાઓને પણ આ મામલે દોષિત ઠેરવી રહ્યા છે. એજન્સી સાથે સ્થાનિક નેતાઓની પણ મિલીભગત હોવાનો લોકો આરોપ લગાવી રહ્યા છે.

પુલ તૂટવા બાબતે તટસ્થ તપાસ થાય તે માટે વિપક્ષ કોંગ્રેસના નેતા દર્શન નાયક અને ધારાસભ્ય ડો.તુષાર ચૌધરીએ મુખ્યમંત્રીને એક પત્ર લખીને ભ્રષ્ટાચાર માટે જવાબદાર તમામ સામે કાર્યવાહી કરીને પગલા ભરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, બ્રિજના કામમાં રેતી, સિમેન્ટ,સ્ટીલ, કેમિકલ સહિતની જરૂરી વસ્તુ ગુણવત્તા વાળી હતી કે કેમ?કેવું લેબ ટેસ્ટ કરાવવામાં આવતું હતું કે કેમ? કયા અધિકારીએ ફિટનેસ સર્ટીફીકેટ આપ્યું હતું? આ ઘટનાને ગંભીતાથી લઈ ઉપરોક્ત મુદ્દાની એક તપાસ સમિતિ બનાવી યોગ્ય તપાસ કરાવી જે કોઈ ઓવર બ્રિજ તૂટવાની ઘટના માટે જવાબદારો સામે લોકહિતમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે

Ad.

વીજળીના બીલ માંથી મુક્તિ મેળવો……
હવે ઘર/દુકાન/ફેક્ટરી માટે સોલાર લગાવવું આસાન બન્યું…..

20% થી 30% પેમેન્ટ ભરીને બાકીની સરળ હપ્તે લોન કરાવી સોલાર લગાવો…..
એ પણ ઘર માટે

40% સુધીની સબસિડી નો લાભ મેળવો….
આજે જ કોલ કરો ભરોસાપાત્ર કંપની GREENLEND SOLAR માં…

Prakash Ahir

9825545043
9537666505

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!