
દુનિયાભરમાં કોવિડ અને મંકીપોક્સ જેવા જીવલેણ વાયરસ હવે ધીરે-ધીરે નાશ પામી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે પરંતુ આ તમામ વચ્ચે વધુ એક વાયરસે દસ્તક આપી છે.
આ વાયરસનું નામ છે ક્રિમિયન-કાંગો હેમોરેઝિક તાવ છે. આ અત્યંત ખતરનાક હોય છે. એક્પર્ટસ્ કહે છે કે આ વાયરસથી સંક્રમિત થનારા દર બીજા દર્દીનું મોત થઈ શકે છે. સતત વાતાવરણમાં થઈ રહેલા ફેરફારને લીધે આ વાયરસ વધુ ફેલાઈ રહ્યો છે.

વાયરસથી થતાં મૃત્યુનો રેશિયો 40%
આ બીમારી CCHFનાં કારણે ફેલાય છે. તેનો સૌથી પહેલો કેસ 1944માં ક્રીમિયામાં સામે આવ્યો હતો. આ વાયરસથી મૃત્યુદરનો રેશિયો 40% છે જે કોવિડથી ઘણો વધારે છે. WHO અનુસાર ટિક બગના કરડવાથી આ વાયરસ પ્રાણીઓમાં ફેલાય છે જે બાદ પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાય છે.ક્રિમિયન -કાંગો હેમોરેઝિક તાવથી થનારી બીમારીનાં મામલા યૂરોપ અને ફાંસમાં સામે આવ્યાં છે. બ્રિટનમાં પણ આ વાયરસનાં મામલા સામે આવ્યાની આશંકા જણાઈ રહી છે. આ વાયરસને કાંગો ફીવરનાં નામથી પણ ઓળખવામાં આવે છે. આ બીમારી પશુમાં ફેલાય છે જે બાદ તેનું માંસ ખાવાને લીધે પણ તેનું સંક્રમણ થઈ શકે છે.
Ad…

શું હોય છે લક્ષણો?
આ વાયરસની કોઈ વેક્સિન હજુ સુધી બની નથી. તેના શરૂઆતી લક્ષણો ફ્લૂ જેવા જ હોય છે જે બાદ ચક્કર આવવું, આંખોમાં દુ:ખાવો અને બળતરા થવી વગેરે થાય છે. કેટલાક લોકોને ગળું ખરાબ થવું અને ઊલટી આવવી જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. ડેંગ્યૂની માફક આ તાવ પણ ઓર્ગન ફેલિયરનું કારણ બની શકે છે. તેવામાં આ વાયરસથી પીડિત દર્દીનું મોત થવાનું રિસ્ક પણ રહે છે.
ભારતમાં પણ આવ્યાં છે આ વાયરસનાં કેસ
મહામારી વિશેષજ્ઞ ડો.અંશુમન કુમારે કહ્યું કે કાંગો ફીવર નવો નથી. દુનિયાભરમાં તેના મામલા પહેલાથી આવી રહ્યાં છે. એટલું જ નહીં ભારતમાં પણ તેના કેસનાં રિપોર્ટ જોવા મળ્યાં છે જો કે તેની સંખ્યા વધુ નથી. તેનું કારણ છએ કે આ વાયરસનું હ્યૂમન ટૂ હ્યૂમન ટ્રાંસમિશન અઘરું હોય છે.
Ad…










