
સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ અને રેઈન્બો વોરિયર્સ ગૃપ ધરમપુરના સહયોગથી વલસાડની કે.એમ.એસ સ્કૂલમાં રમતના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું.

શિક્ષણ અને પુસ્તકાલય માટે હંમેશા મદદ કરનાર દાતા એવા હિતેનભાઈ ભૂતા (U.S.A.) દેશનું ભાવિ એવા આજના વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માટે તત્પર એવા રેઈન્બો ગ્રુપના કન્વીનર એવા આવધા શાળાના શિક્ષક શંકરભાઇના સહયોગથી વલસાડનાં ભાગડાવાડા, ભદેલી વિસ્તારના હોકી અને રમતમાં રસ ધરાવતા ગરીબ વર્ગના બાળકોને કીટ મળી.

શાળાની વિઝીટ દરમિયાન આચાર્ય જયશ્રીબેન ભગત તેમજ મેદાનમાં નિ:શુલ્ક ભાવે હોકી અને અન્ય રમતનું કોચિંગ કરતા કોચ મનોજભાઈએ રજુઆત કરી કે સર અહીથી સ્ટેટ અને નેશનલ લેવલે રમતા ખેલાડીઓ છે પણ કીટ જૂની અને તૂટી ગઈ છે. જો થોડી મદદ મળી જાય તો સારું. કોચ મનોજની હૃદય સ્પર્શી રજુઆતને શંકરભાઈ પટેલએ અમેરિકા નિવાસી હિતેન સરને મોકલી અને સરે ૧૫ દિવસમાં દરખાસ્તને મંજૂરી આપી ખેલાડીઓના હાથમાં કીટ પહોંચાડી દીધી.

હવે કે.એમ.એસ. શાળા વલસાડમાં ભારતનું ભાવિ વર્ગખંડની સાથે સાથે મેદાનમાં પણ ધડાશે જેનો અનહદ આનંદ. કોઈ પણ મોટું લક્ષ્ય ત્યારે જ પુરું થાય છે જ્યારે આપણે શક્ય થોડી થોડી મદદ કરતા રહીએ. ટૂંકમાં ખેલેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા.
Ad…












