વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામતા જિલ્લાભર ના ખેડુતો માં એક ખુશી ની લહેર જોવા મળી છે.

On: June 25, 2023 8:19 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લામાં શનિવારના અને સોમવારે સવારથી વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં ઘીમી ધારે વરસાદ વરસ્યો છે.

Ad..

27 જૂને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાની ગતિવિધિઓ સક્રિય થઈ છે. 28થી 30 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વલસાડ જિલ્લાના ચોમાસાની થઈ શરૂઆત છે. અંબાલાલે 25-30 દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ થવાની અને નદીઓમાં નવા નીર આવવાની આગાહી કરી છે.આગામી 5 દિવસ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી
આગામી 5 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા
વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 27 જૂને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાની ગતિવિધિઓ સક્રિય થઈ છે. 28 થી 30 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનના અંતમાં ધમાકેદાર વરસાદ ખાબકશે. અમદાવાદ તેમજ મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Ad..વલસાડ જિલ્લામાં ચોમાસું ક્યારે બેસશે તેને લઈને ખેડૂતોને મોટો સવાલ થઈ રહ્યો હતો. શનિવારના વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. રવિવારે દિવસ દરમિયાન વાતવરણ ખુલ્લુ રહયુ હતુ સોમવારે વહેલી સવારે 2 વાગ્યે ધીમી ગતિએ વરસાદ પડયો છે.જિલ્લામાં લાંબા સમય બાદ વાતાવરણમાં પલટો આવ્યા બાદ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. જિલ્લામાં લાંબા સમયથી વરસાદ ખેચાતા ખેડૂતો મૂંઝાયા હતા, પરંતુ વાતાવરણમાં એકાએક પલટો આવી જતા જિલ્લાના ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો.વરસાદી વાતાવરણ થતા ધીમીધારે વરસાદ પડયો છે.જિલ્લા ભર માં વરસાદ નું આગમન થતા વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી જેમાં વરસાદી માહોલ જામતા જિલ્લાભર ના ખેડુતો માં એક ખુશી ની લહેર જોવા મળી હતી.

Ad..સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાની શરુઆત થતી હોય છે પરંતુ આ વર્ષે વાવાઝોડાના કારણે ચોમાસાની સિસ્ટમ પર અસર થઈ છે. ચોમાસું ક્યારે બેસશે તેને લઈને ખેડૂતોને મોટો સવાલ થઈ રહ્યો હતો.ત્યારે અંબાલાલ પટેલે ચોમાસું કર્ણાટકમાં ગૂંચવાયું હોવા છતાં ગુજરાતમાં 25-30 જૂનમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

Ad..અંબાલાલે જણાવ્યું છે કે, વાવાઝોડા અને ચોમાસાની અસરથી ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આ તરફ હવામાન વિભાગે આગામી દિવસમાં રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. વાવાઝોડાની સંતાકૂકડીના લીધે ભારતમાં ચોમાસું કંઈક નવી જાતનું રહેવાની શક્યતાઓ છે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ નથી થયો ત્યાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે. અંબાલાલે 25-30 દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ થવાની અને નદીઓમાં નવા નીર આવવાની આગાહી કરી છે.

Ad

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવની ભવ્ય તૈયારી : શિવ કથાકાર પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફૂટ ઊંચું વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ બનશે

કપરાડા નવી મામલતદાર તથા સબ-રજીસ્ટ્રાર કચેરીનું ખાતમુહૂર્ત – રૂ. ૧૧ કરોડના વિકાસ કાર્યથી તાલુકાને નવી દિશા : ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી

સુખાલા ગામમાં અત્યાધુનિક લાયબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવશે

કપરાડાની રહસ્યમય ઘટના : બાળકના મોત બાદ 12 કલાક સુધી પીએમ કેમ નહીં થયો ?

Gujarat Rain / 5 દિવસ ગુજરાત માટે ભારે! વાવાઝોડું બનશે તો 100 કિમી ઝડપે ત્રાટકશે: અંબાલાલની ભવિષ્યવાણી !

કપરાડાના મોટી પલસાણ ગામમાં BSNL ટાવર બંધ, સ્થાનિકર ગ્રાહકો મુશ્કેલીમાં

error: Content is protected !!