વાપી જીઆઈડીસી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ એક ટ્રક ડ્રાઇવર પાસેથી 2000 રૂપિયાની લાંચ લેતા એ સી બીના હાથે ઝડપાયા છે.

On: July 4, 2023 6:28 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

  • એસીબીની સફળ ટ્રેપ, હેડ કોન્સ્ટેબલ-હોમગાર્ડ જવાન લાંચ લેતા ઝડપાયા
  • ટ્રક ડ્રાઇવર પાસેથી 2000 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે.
  • એ સી બી પીઆઈ કે. આર. સક્સેનાની આ સફળ ટ્રેપમાં પકડાયેલ બન્ને આરોપીઓની અટકાયત થઇ છે.
  • Ad…

વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સાગર ડોડીયા અને હોમગાર્ડ આશિષ પાલ એક ટ્રક ડ્રાઇવર પાસેથી 2000 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે. એસીબી પીઆઈ કે. આર. સક્સેનાની આ સફળ ટ્રેપમાં પકડાયેલ બન્ને આરોપીઓની અટકાયત થઇ છે.
વાપીમાં એસીબીની સફળ ટ્રેપ : આ અંગે વલસાડ અને ડાંગના એસીબી પીઆઈ અને ટ્રેપિંગ અધિકારી કે. આર. સક્સેનાએ જણાવ્યું હતું કે, એસીબી સુરત એકમના મદદનીશ નિયામક અને સુપરવિઝન અધિકારી એ. કે. ચૌહાણના માર્ગદર્શન હેઠળ વાપીમાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં વાપી જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ઇન્વે. ઓફિસની બહાર વાપી GIDC પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સાગર ડોડીયા અને હોમગાર્ડ આશિષ પાલ એક ટ્રક ડ્રાઇવર પાસેથી 2000 રૂપિયાની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા છે.

પકડાયેલ બન્ને આરોપીઓએ પુનીયા રોડ લાઇન્સની ટ્રક નં. DD-01-G-9639 ની વાપી જી.આઇ.ડી.સી. ચાર રસ્તાથી યુ.પી.એલ. કંપની તરફ જતા સર્વીસ રોડ પર પાર્ક કરેલ હોય જે ટ્રકના ડ્રાયવર પાસેથી ટ્રકના કાગળો તથા ડ્રાયવરનું લાયસન્સ લઇ ટ્રકના ડ્રાયવર તથા આ કામમાં સહકાર આપનારને વાપી બ્રિજ નીચે બોલાવી કાયદેસરની કાર્યવાહી ન કરવાની અવેજ પેટે 2000 થી 5000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી…કે. આર. સક્સેના(ટ્રેપિંગ અધિકારી)

લાંચની રકમ સ્વીકારતાં જ અટકાયત વાપી એસીબીએ વધુમાં જણાવ્યું હતું કે, લાંચ આપવા નમાંગતા ફરિયાદીએ વાપી એસીબીમાં ફરિયાદ કરી હતી. જેને લઇને એસબીબી પીઆઈ કે. આર. સક્સેનાએ સ્ટાફ સાથે મળી છટકું ગોઠવ્યું હતું. જેમાં મૂળ યુપીનો અને હાલમાં વાપીના ચંડોર ગામે રહી વાપી જીઆઈડીસી પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા આશીષ અમરનાથ પાલ અને વાપી જીઆઈડીસી પોલીસ મથકમાં ફરજ બજાવતા મૂળ રાજકોટના અને વાપી પોલીસ લાઈનમાં રહેતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ સાગર રણજીતભાઇ ડોડીયા લાંચની રકમ સ્વીકારી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરતા હતાં ત્યારે જ રંગેહાથ ઝડપી પાડ્યાં હતાં.

આ કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી : બન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી પોતાના રાજ્ય સેવકના હોદ્દાનો દુરૂપયોગ કરી ગુન્હો કર્યો હોઇ અસીબીએ બન્નેની અટક કરી છે. તેમજ બન્ને વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ના મુખ્ય કાયદામાં સુધારો 2018 ની કલમ- 7(a), 12, 13(1)(એ) તથા 13(2) મુજબ આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!