રાજ્યમાં મહિલા સરપંચ હોય એ પંચાયતોમાં તેના પતિ, પિતા, ભાઇની દખલ વધી આવી સ્થિતિમાં બોડીને ડિસ્કવોલીફાઇડ કરવા માગ મુખ્યમંત્રીને રજૂઆત

On: July 18, 2023 9:02 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

  • ચૂંટાયેલા સભ્યો પૈકી મહિલાના પતિ, પિતા, ભાઈ હાજર રહે છે, જે ગેર બંધારણીય છે.
  • 1985 માં ભારત સરકારે સ્થાનિક સંસ્થાઓમાં 33% મહિલા અનામત જાહેર કરી તેની અમલવારી કરાવી છે તે સરાહનીય છે.
  • ગુજરાત રાજ્યના નિવૃત્ત તલાટી કમ મંત્રી, સર્કલ ઇન્સ્પેકટર સંગઠનના પ્રમુખ હરિભાઇ ધૂળા અને મહામંત્રી એચ.જે. જોશીએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

રાજ્યમાં જે ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ હોય ત્યાં તેમના પિતા,ભાઇ કે પતિ દખલગિરી વધી ગઇ છે. ત્યારે જો દખલ કરે તો સરપંચ સહિત બોડીને ડિસ્કવોલી ફાઇડ કરવા માંગ કરાઇ છે. આ અંગે ગુજરાત રાજ્યના નિવૃત્ત તલાટી કમ મંત્રી, સર્કલ ઇન્સ્પેકટર સંગઠનના પ્રમુખ હરિભાઇ ધૂળા અને મહામંત્રી એચ.જે. જોશીએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

મહિલા સરપંચ હોય એ પંચાયતોમાં તેના પતિ, પિતા, ભાઇની દખલ વધીઆવી સ્થિતિમાં બોડીને ડિસ્કવોલીફાઇડ કરવા માગમુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

રાજ્યમાં જે ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ હોય ત્યાં તેમના પિતા,ભાઇ કે પતિ દખલગિરી વધી ગઇ છે. ત્યારે જો દખલ કરે તો સરપંચ સહિત બોડીને ડિસ્કવોલી ફાઇડ કરવા માંગ કરાઇ છે. આ અંગે ગુજરાત રાજ્યના નિવૃત્ત તલાટી કમ મંત્રી, સર્કલ ઇન્સ્પેકટર સંગઠનના પ્રમુખ હરિભાઇ ધૂળા અને મહામંત્રી એચ.જે. જોશીએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે,1985 માં ભારત સરકારે સ્થાનિક સંસ્થાઓમાં 33% મહિલા અનામત જાહેર કરી તેની અમલવારી કરાવી છે તે સરાહનીય છે. પરંતુ મોટાભાગની ગ્રામ પંચાયતોમાં બહેન સરપંચ હોય છે ત્યારે સરપંચ પતિ, પિતા કે ભાઈ મહિલાના બદલે તમામ વહિવટી કામગીરી કરે છે.

ગ્રામ પંચાયતની બેઠકમાં પણ ઉપર મૂજબના વ્યક્તિઓ હાજર રહે છે. તેમજ ચૂંટાયેલા સભ્યો પૈકી મહિલાના પતિ, પિતા, ભાઈ હાજર રહે છે, જે ગેર બંધારણીય છે. જ્યારે આવા સમયે તલાટી કમ મંત્રી વિરોધ કરે તો કોઈને કોઈ આરોપો લગાવી ઉપલા અધિકારીઓને ફરિયાદ કરે છે.

પરિણામ તલાટી કમ મંત્રીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા સમયે કોઈ તેમની વ્હારે આવતું નથી અને સહન કરવાનો વારો તલાટી કમ મંત્રીને આવે છે.ત્યારે વિકાસ કમિશ્નર ગુજરાત રાજ્ય સચિવાલય ગાંધીનગરને પત્ર પાઠવી માંગણીઓ કરવામાં આવેલ છે કે, આપના દ્વારા એક પરિપત્ર કરવામાં આવે કે ગુજરાતની જે ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ હોય તેજ પંચાયતની કામગીરીમાં કોઈ પણ સંજોગોમાં સરપંચ પતિ, ભાઈ કે પિતાએ દખલગીરી કરવી નહીં. તેમ છતાં દખલ કરે તો પંચાયત ધારાની કલમ 49 હેઠળ પંચાયત બોડી સરપંચ સહિત ડિસ્કવોલીફાઇડ કરવામાં આવશે.

Ad.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!