ગુનામાં અને ગુના બાદ પણ તથ્યની પાછળ તેના પિતા ઉભેલ દેખાય છે

On: July 21, 2023 4:54 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

  • તથ્ય પટેલ આટલો બેફામ અને બેલગામ કેમ છે કે હતો ? તેનું સીધું કારણ તેનો હસ્ટ્રીશીટર બાપ જ છે
  • પ્રજ્ઞેશ પટેલ એટલે બિલ્ડરના વેશમાં ભૂમાફિયા, બળાત્કારી અને ન જાણે કેટલાય ગુનાનો આરોપી અને આ તથ્ય તે તેમનો લાડકો દીકરો છે
  • ઐયાશી અને ગુના અને માફિયાગીરી તેની નશોમાં વસે છે.જેને પગલે આજે તેના દીકરા તથ્યની જિંદગી પણ વગર મોતે મોત જેવી જ થશે.કેમ કે 10 લોકોની મોતનો સીધો તે જવાબદાર છે.પ્રજ્ઞેશ પટેલ

તેની હાલત જોઈ થોડીવાર માટે દયા આવી ગઈ.હજી તે યંગ છે, યુવાનીમાં નવો-નવો પગ મુક્યો છે.જીભ નોતી ચાલતી તેમ બોલતા કે, તેને ફાંસી આપો પરંતુ તેણે જે ગુનો આચર્યો તે જોઈ હદર્ય આપોઆપ બોલ્યું કે ફાંસી આપો…

જી, હા વાત છે ઇસ્કોન બ્રિજના આરોપી તથ્ય પટેલની જ કે જેના રૂંવે રૂંવે જુવાનીનો સંચાર છે પણ આ કોઈ ભગતસિંહ નથી કે નથી ચંદ્રશેખર આઝાદ કે જેનું યૌવન દેશના બલિદાન માટે થનગનતું હોય..આ તેવા બગડેલ બાપની ઓલાદ છે કે જે પોતે જ હિસ્ટ્રીશીટર છે.ત્યારે તે શું ખાક તેના બાળકને સંસ્કાર આપવાનો હતો.પ્રજ્ઞેશ પટેલ એટલે બિલ્ડરના વેશમાં ભૂમાફિયા, બળાત્કારી અને ન જાણે કેટલાય ગુનાનો આરોપી અને આ તથ્ય તે તેમનો લાડકો દીકરો છે.ત્યારે અહીં સવાલ તે પણ છે કે, જે 10 નિર્દોષો તેની ગંભીર બેદરકારીને કારણે માર્યા ગયા તે થોડા ઉપરથી પડ્યા હતા.સવારમાં જ આ સમાચાર ડિટેલમાં વાંચતા જ પેલા ઝાલાવાડના 3 પરિવારના ઉગતા કુમળા દીકરા ગુમાવ્યાનો ભારોભાર અફસોસ થયો.તે પરિવારો પર થયેલ વજ્રાઘાતથી મનમાં ગ્લાનિ ભરાઈ ત્યારે વિચારો તેમના માથે શું થયું હશે ?

ત્યારે અહીં સવાલ તે જ છે કે, તથ્ય પટેલ આટલો બેફામ અને બેલગામ કેમ છે કે હતો ? તેનું સીધું કારણ તેનો હસ્ટ્રીશીટર બાપ જ છે.માતા વિષે કોઈ સમાચાર જાણવા મળ્યા નથી.પણ આ ભાઈ કે જે ગેંગરેપનો આરોપી છે તેની પત્નીને થોડો ગાંઠતો કે ગણકારતો હશે ? ઐયાશી અને ગુના અને માફિયાગીરી તેની નશોમાં વસે છે.જેને પગલે આજે તેના દીકરા તથ્યની જિંદગી પણ વગર મોતે મોત જેવી જ થશે.કેમ કે 10 લોકોની મોતનો સીધો તે જવાબદાર છે.હા એક વાત છે કે, તે 17 વર્ષનો છે.તેથી હવે કાયદો તેની પરિભાષામાં શું કરશે ? તે જોવાનું છે.

પરંતુ એક વાત છે કે, તથ્ય અગર આ આરોપોમાંથી કદાચ ટીનએજ અવસ્થાને લીધે બચી પણ જાય તો તેનું મન માફ કરશે ? જો, કે આમ તો તેને આ કૃત્ય બદલ કોઈ પસ્તાવો હોય તે ક્યાંય દેખાતું નથી.અને માનો કે ન માનો પણ જો મનની આ સ્થિતિ હોય અને તેને પસ્તાવો ન હોય તો તે ફરી બીજા ગુના આચરે જ તેમાં કોઈ મીનમેખ નહીં.આ તો થયું તેનું સાયકો એનાલિસિસ પરંતુ અહીં સવાલ તે જ છે કે, આ તો બન્યું એટલે ચર્ચાયું છે.બાકી તમને શું લાગે છે આપણી આસપાસ આ એક જ તથ્ય છે ?

એના છાકટા બાપનું શું ? કે જે પોતે બિન્દાસ્ત ગુના આચરે છે અને પાછા જે તે નેતાઓની સાથેના નજદીકી સાથેના ફોટા મૂકી રોફ પણ જમાવતો રહે છે.પ્રથમદર્શી ગુનામાં એને તો છોડાય જ નહીં..કે જેને પેલા 10 નિર્દોષોનો ભોગ લીધો છે અને 11મોં પોતાના જ બાળકની જિંદગીનો પણ ભોગ લીધો છે.

આ ગુનામાં પેરેન્ટ્સ તો લાયેબલ છે જ અને તેમની સામે “એડમિશન ઓફ ઓફેન્સ” પણ લાગુ પડે છે. ત્યારે યાદ કરો પેલા વિસ્મય શાહ ને પણ જેને 2 લોકોના ભોગ લીધા હતા.ત્યારે હવે જો બેફામ સ્પીડ માટે કોઈ સખ્ત સજા નહીં લાગુ કરવામાં આવે તો આવા તથ્ય અને વિસ્મય દરેક રોડ પર અલગ-અલગ નામે જોવા મળશે.

લોકો બેફામ સ્પીડને પોતાનું શક્તિ પ્રદર્શન સમજી રોડ પર બેફામ ડ્રાઇવિંગ કરે છે.પણ અરે ભાઈ જવાનીનો જોશ માતો ન હોય તો સરહદ પર દેશ માટે કંઈક કરવા જાવ ને અહીં જોર બતાવી કેમ લોકોના જીવને જોખમમાં મુકો છે.આમ કરવાનો તમને કોઈ અધિકાર નથી યાદ રાખો.

વધુમાં ગુજરાતમાં ઓવર સ્પીડને લીધે 3319 અને અકસ્માતમાં મોતના લીધે 1991 લોકો મોતને ભેટે છે.ગુજરાત રોડ સેફટી ઓથોરોટીના ડેટા પ્રમાણે ના આ આંકડા છે. દારૂ કે ડ્રગ્સના સેવન સેવનના લીધે પણ આવા બનાવોમાં 8 બનાવો બન્યા હતા.રોન્ગ સાઈડ ડ્રાઇવિંગના લીધે પણ 62 વ્યક્તિના મોત થયા હતા.ત્યારે માતેલા સાંઢની જેમ બેફામ ગાડી હંકારતા આવા છાકટા લોકોને કાબુમાં લેવા જ રહ્યા.

Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!