
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ધોધમાર: કપરાડામાં 6 કલાકમાં સાડા નવ ઈંચ વરસાદ, મધુબન ડેમના 10 દરવાજા ખોલાયા સેલવાસમાં દમણગંગા નદીમાં કાર
સાથે ત્રણ લોકો તણાયાની આશંકા
મધુબન ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને ડેમમાંથી 54 હજાર ક્યુસેટ પાણી દમણ ગંગા નદીમાં છોડવામાં આવી વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના ડોકમરડી વિસ્તારમાં પસાર થતી દમણગંગા નદીના લો લેવલ બ્રિજ ઉપરથી પાણી ફરી વળ્યાં હતા.

મધુબન ડેમમાંથી 10 દરવાજા ખોલીને 54 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતા નીચાણવાળા પુલ ઉપર પાણી ફરી વળ્યાં હતા. તેમ છત્તા પ્રશાસન દ્વારા લો લેવલનો બ્રિજ ચાલુ રખતા નાના બ્રિજ ઉપરથી પસાર થવા જતી એક કાર પાણીના વહેણમાં ખેંચાઈ હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કારમાં 3 વ્યક્તિઓ સવાર હોવાનું અનુમાન છે. ઘટમાંની જાણ સેલવાસ પોલીસની ટીમને ઘટનાની જાણ કરતા સેલવાસ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

ખાડીના નીચલા પુલ પરથી કાર સાથે બે વ્યક્તિ તણાયા
સેલવાસના ડોકમરડી ખાડીના નીચલા પુલ પરથી કાર સાથે બે વ્યક્તિ તણાઈ ગયા હતા. પ્રાપ્ત વિગત અનુસાર સેલવાસની વૃંદાવન સોસાયટીમા રહેતા મુકુલ ભગત એમના પુત્રને લઈને પોતાની કારમા જઈ રહ્યા હતા. તે સમયે ડોકમરડી ખાડીના નીચેના પુલ પરથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે સમયે ખાડીમાં પાણીનો પ્રવાહ જોરમાં હતો. મુકુલભાઈને લાગ્યુ કે એમની કાર ખેંચાઈ રહી છે તેથી તેઓ કારને રિવર્સ લેવાનો પ્રયાસ કરવામાં કાર સીધી પાણીના પ્રવાહમા વહેવા લાગી હતી.આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ફાયરની ટીમ પહોંચી હતીં. આ કાર પીપરિયા પુલથી આગળ નીકળી જતા સેલવાસ પોલીસની ટીમ અને ફાયરની ટીમ લવાછા ગામે પહોંચી હતી અને કારને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ડોકમરડી ખાડી દમણગંગા નદી સાથે જોડાય છે જેથી હાલમા લવાછા ગામે કાર અને કારમા બેસેલ બન્ને વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે.
મધુબન ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને ડેમમાંથી 54 હજાર ક્યુસેટ પાણી દમણ ગંગા નદીમાં છોડવામાં આવી વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના ડોકમરડી વિસ્તારમાં પસાર થતી દમણગંગા નદીના લો લેવલ બ્રિજ ઉપરથી પાણી ફરી વળ્યાં હતા. ત્યાંથી પસાર થતો એક કાર ચાલકે નદીના લો લેવલ બ્રિજ ઉપરથી કાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. દમણગંગા નદીના પ્રવાહમાં કાર તણાઈ ગઈ હતી. ઘટનાની જાણ અન્ય રાહદારીઓને થતા દમણગંગા નદીના પ્રવાહમાં ખેંચાતી નદીને બચાવવા પ્રયાસ હાથ ધર્યો હતો.
ઘટના અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાની જાણ સેલવાસ પોલીસને કરી હતી. સેલવાસ પોલીસની ટીમ સેલવાસ નગર પાલીકાનો ફાયર વિભાગની ટીમ સાથે ડોકમરડી વિસ્તારમાં આવેલી દમણ ગંગા નદીના બ્રિજ પાસે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળ નિહાળનાર વાહન ચાલકો પાસેથી જરૂરી માહિતી મેળવી આગળની તપાસ હાથ ધરી છે. સ્થાનિક રાહદારીઓ કારમાં કાર ચાલક સહિત અન્ય 2 વધુ લોકો હોવાની આશંકા દર્શાવી હતી. જેને લઈને સેલવાસ પોલીસે વાપી પોલોસનો મદદ મેળવી દમણગંગા નદીમાં.તણાયેલી કારની શોધખોળ કરવાના પ્રયાસો હાથ ધર્યો છે.






