
ગુજરાત રાજ્યમાં આગામી 30 જુલાઈથી ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થશે. આ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે. તેમનું કહેવું છે કે, આજે રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદ પડશે. સ્વાતિ નક્ષત્રમાં વરસાદ થશે તો ગુજરાતમાં સારા વરસાદના સંજોગો બને છે.

મુંબઈ મહારાષ્ટ્રમાં 400 mm વરસાદ થશે. આહવા, ડાંગ, વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શકયતા છે. 30 જુલાઈથી 5 ઓગસ્ટમાં દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડશે. ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં અને પંચમહાલ વરસાદની શક્યતા છે.

26 જુલાઈએ ઓરિસના ડીપ ડિપ્રેશન બનશે જે મજબૂત થઈને પશ્ચિમ ઘાટ તરફ જવાની શક્યતા છે. મધ્યપ્રદેશ અને રાજ્સ્થાનમાં ભારે વરસાદ પડી શકે છે. નર્મદા, તાપી અને સાબરમતી નદીના જળસ્તરમાં વધારો રહેશે. બંગાળના ઉપસારગરમ અને અરબ સાગરમાં 100 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ફરી એકવાર સામે આવી છે અંબાલાલ પટેલની ડરામણી આગાહી. આગાહીકાર અંબાલાલ પટેલે આ વખતે જે આગાહી કરી છે, જો એવી સ્થિતિ ઉભી થઈ તો પથારી ફરી જશે. આગાહીકાર અંબાલાલ પટેલે આ વખતે આગાહી કરી છેકે, ફરી એકવાર ગુજરાતમાં બિપોરજોય જોવા ઘાટ ઘડાશે. ફરી એકવાર ગુજરાત પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ. જો આ આગાહી સાચી પડી તો ગુજરાતની હાલત ખરાબ થઈ શકે છે.
આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છેકે, ગુજરાતમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ પડી શકે છે. એટલું જ નહીં અંબાલાલે જણાવ્યું છેકે, ગુજરાતમાં 100 કિ.મી. ની રફતારથી સુસવાટા સાથે ભારે પવન ફૂંકાશે. પવનની સાથો-સાથ નદીઓમાં ઘોડાપુર આવશે. રાજ્યભરની મોટાભાગની નદીઓમાં આ સિસ્ટમની અસર જોવા મળશે. જો નદીઓમાં ભારે પુર આવ્યું તો ઘરોમાં પણ ઘુસી શકે છે નદીઓનું પાણી.
ઉલ્લેખનીય છેકે, ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના જૂનાગઢ સહિતના વિવિધ જિલ્લાઓમાં હાલ સ્થિતિ ખુબ ખરાબ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરામતાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી હતી. સામાન્ય જનજીવન અસ્તવસ્ત થઈ ગયું હતું અને હજુ પણ કેટલાક સ્થળોએ લોકોની રોજબરોજની જિંદગી પાટા પર ચઢી નથી.
ગુજરાતમાં સિઝનનો 71.67 ટકા વરસાદ નોંધાયો-
રાજ્યમાં પડેલા વરસાદની વાત કરીએ તો આજદિન સુધીમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં પડ્યો છે. કચ્છમાં 132.37 ટકા, સૌરાષ્ટ્રમાં 105.02 ટકા, ઉત્તર ગુજરાતમાં 61.02 ટકા, દક્ષિણ ગુજરાતમાં 57.60 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 55.30 ટકા વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યમાં વરસાદની સરેરાશ 71.67 ટકા જેટલી થઈ ગઈ છે.
27 જુલાઈથી 5 ઓગસ્ટમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી-
વરસાદ અંગે આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, 26 જુલાઈએ એટલે કે આજે ઓરિસ્સાના દરિયામાં ડીપ ડિપ્રેશન સર્જાશે, જેની અસર દેશનાં પશ્ચિમ ભાગમાં થશે. આજે દેશના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ થશે. 26, 27 અને 28 તારીખે પશ્ચિમ ભાગમાં ભારે વરસાદની શક્યતા છે. મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ભાગમાં ભારે વરસાદની અસર જોવા મળશે.
Ad.











