
વલસાડ જિલ્લાના કપરાડાના હુંડા ગામના ડેપ્યુટી સરપંચ રૂપિયા 4000ની લાંચ લેતા રંગેહાથ પકડી પાડવામાં આવ્યા
રાજ્યમાં ભ્રષ્ટાચારના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે.ગુજરાતમાં આવા એક અભિયાનમાં એસીબીએ હાથ ધર્યું છે. વલસાડમાં એસીબીની ટીમે સફળ ટ્રેપ કરીને હરિભાઇ સખારામભાઇ ગાંગોડે ઉં.વ.૫૨ ડેપ્યુટી સરપંચને ઝડપી પાડયા છે.
વલસાડના કપરાડા તાલુકા મથક પર એસીબીની સફળ ટ્રેપમાં હરિભાઇ સખારામભાઇ ગાંગોડે (ડેપ્યુટી સરપંચ હુંડા ગામ) રહે. હુંડા ગામ, વિજયપાડા ફળીયુ, તા.કપરાડા જિ.વલસાડ દ્વારા લાંચની માંગણીની રકમ રૂપિયા ૪,૦૦૦/- લાંચની સ્વીકારેલ રકમ રૂપિયા ૪,૦૦૦/- લાંચની રીકવર કરેલ રકમ રૂપિયા ૪,૦૦૦/- કપરાડા એ.ટી.ડેપોની અંદર પ્રવેશ કરતા રોડ ઉપર તા.કપરાડા જિ.વલસાડ ફરીયાદીના કૌટુંબીક ભત્રીજાનું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકારશ્રી તરફથી મકાન મંજુર થયેલ અને જે યોજનાના રૂપિયા બે હપ્તામાં તેઓના બેંક એકાઉન્ટમાં રૂા.૧,૧૦,૦૦૦/- જમા થયેલ હોય જે મકાન મંજુર થયેલ તેના વ્યવહાર પેટે આ કામના આરોપીએ ફરીયાદી પાસે રૂા.૫,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ જે પૈકીના રૂા.૧,૦૦૦/- અગાઉ આરોપીએ ફરીયાદી પાસેથી લઇ લીધેલ અને બાકીના રૂા.૪,૦૦૦/- ની માંગણી કરતા હોય જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદઆપવામાં આવી હતી. જે ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપી નાઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૪,૦૦૦/- ની લાંચની માંગણી કરી, સ્વીકારી સ્થળ પર પકડાઇ રંગેહાથ પકડી પાડવામાં આવ્યા છે.
આરોપીને એ.સી.બી. એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે ટ્રેપીંગ અધિકારી ડી.એમ.વસાવા, પોલીસ ઇન્સ્પેકટર, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ સુપરવિઝન અધિકારી એ.કે.ચૌહાણ, I/C મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ, સુરત એસીબીની ટીમે સફળ ટ્રેપ થઈ છે.
Ad..









