ગુજરાત પોતાની નિષ્ફળ દારૂબંધીની નિતીને કારણે પ્રવાસન વિકાસમાં વર્ષોથી માર ખાય છે.

On: September 24, 2023 10:19 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

  • ગુજરાતમાં લાંબા સમયથી એક પ્રશ્ન હંમેશાં વિવાદિત રહ્યો છે. એ પ્રશ્ન છે શું ગુજરાતમાંથી દારૂબંધી હઠવી જોઈએ કે નહીં?
  • ગુજરાત દારૂબંધી રદ કરે તો વાર્ષિક નવ હજાર કરોડ રૂપિયા જેટલા વેરારૂપે જ મળે. જો એમ થાય તો ગુજરાતનો ૧,૯૦૦ કી.મી.નો દરિયા કિનારો પ્રવાસન વિકાસથી ખુબ જ ધમધમતો થાય એમ છે.

1960માં ગુજરાતની રચના થઈ ત્યારથી જ ગુજરાત રાજ્યમાં દારૂબંધી અમલી છે. જોકે બૉમ્બે સ્ટેટમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્ય બન્યાં હતાં પણ મહારાષ્ટ્રમાં દારૂબંધી નથી અને ગુજરાતમાં શરૂઆતથી જ છે.

ચૂંટણીના સમયે અને રાજકીય ગતિવિધિઓના માહોલમાં ગુજરાતમાં ક્યારેક-ક્યારેક દારૂબંધી (પ્રોહિબિશન)નો મુદ્દો જાહેર ચર્ચામાં આવી જતો હોય છે.

ગુજરાતના ઇતિહાસમાં ખાસ કરીને રાજકીય ઇતિહાસમાં રાજ્યમાંથી સંપૂર્ણ દારૂબંધી હઠાવી લેવા મામલે કોઈ પણ રાજકીય પક્ષે સ્પષ્ટ અને કટિબદ્ધ વલણ નથી દર્શાવ્યું એ દર્શાવે છે કે આ પ્રશ્ન કેટલો જટિલ અને વિવાદિત હોઈ શકે છે.

ગુજરાત પોતાની નિષ્ફળ દારૂબંધીની નિતીને કારણે પ્રવાસન વિકાસમાં વર્ષોથી માર ખાય છે.
ગુજરાતમાં પ્રવાસીઓ માત્ર ધાર્મિક એવા ઐતિહાસિક સ્થળોએ જ આવતા હોય છે. સાપુતારા ગિરિમથક તરીકેની તેની ઓળખને કારણે પ્રવાસીઓને ખેંચે છે. પરંતુ ગુજરાતની દારુબંધીને કારણે સાપુતારાની સીમા પર આવેલા મહારાષ્ટ્રના હથગઢમાં શરાબના બારો અને હોટેલો પ્રવાસીઓથી ઉભરાય છે.

હાલમાં જ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં એક સમાચાર મુજબ તેલંગણા રાજયમાં દારૂની દુકાનોના લાયસન્સ માટેની અરજીઓની ફી તરીકે રાજયસરકારને બે હજાર છસો ઓગણીસ ચાલીસ કરોડ રૂપિયાની આવક થઈ! શરાબના લાયસન્સ માટે ૧ લાખ, ૩૧ હજાર, ૯૫૪ અરજીઓ આવી હતી. આ અરજીઓ ૨,૬૨૦ શરાબની દુકાનો માટે હતી. અને રાજયના એકસાઈઝ વિભાગને એક પણ દારૂની બોટલ વેચ્યા વગર રૂા. ૨,૬૩૯ કરોડ રૂપિયાની કમાણી થઈ ગઈ ! આ ફી નોરિફન્ડેબલ હોઈ રાજય સરકારને ભારે તડાકો પડી ગયો ! એક અનુમાન પ્રમાણે જો
ગુજરાત દારૂબંધી રદ કરે તો વાર્ષિક નવ હજાર કરોડ રૂપિયા જેટલા વેરારૂપે જ મળે. જો એમ થાય તો ગુજરાતનો ૧,૯૦૦ કી.મી.નો દરિયા કિનારો પ્રવાસન વિકાસથી ખુબ જ ધમધમતો થાય એમ છે. આ માટે રાજકીય નિર્ણયશકિત આવશ્યક બને છે. ગુજરાતના નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સના મંત્રી કનુભાઈ દેસાઈનું સ્થાન કેબિનેટમાં મુખ્યમંત્રી પછી બીજા નંબરનું ગણાય. તેઓ ગુજરાત સરકારને દારૂબંધી બાબત વ્યવહારિક બનવા સમજાવી શકશે તો ગુજરાત પ્રવાસન વિકાસ બાબત અવ્વલ
નંબરે આવી શકશે એવો અમારો મત છે.

કહેવાતા ગાંધીવાદીઓ અરણ્યરૂદન કરી પોતાનું અસ્તિત્વ હોવાનું બતાવવા પ્રયાસ કરશે. પરંતુ
ગુજરાતના વિશાળ હિતમાં તેઓની અવગણના જ એકમાત્ર ઈલાજ છે.

ગાંધીના ગુજરાતમાં કેટલાનો દારૂ ઝડપાયો? ગુજરાતમાં દારૂ બંધી હોવા છતા પણ લઠ્ઠાકાંડ થાય છે. દારૂબંધી અંતર્ગત કાર્યવાહીમાં 2022 માં દારૂબંધી ભંગના 740 જેટલા કેસ કરીને રૂપિયા 20.66 કરોડનો દારૂ પકડવામાં આવ્યો છે. સંબંધિતો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.

દારૂના આંકડા જાણીને ચોંકી ઉઠશો રાજ્યમાં બે વર્ષમાં વિદેશી દારૂની કુલ 1,97,56,21,059 કિંમતની 51,48,05,345 બોટલ, દેશી દારૂ 3,99,95,154 કિંમતનો 1,00,80,465 લીટર અને બિયર 10,51,46,161 કિંમતની 2,99,95,154 બોટલ ઝડપાઇ છે. તેમજ 62012876274 કિંમતનું અફીણ, ચરસ, ગાંજો, હેરોઇ, પોશડોડા પાવડર અને અન્ય ડ્રગ્સ ઝડપાયું છે. બે વર્ષમાં રાજ્યમાંથી કુલ 64139633620 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ, બિયર કે અન્ય નશીલું દ્રવ્ય ઝડપાયું છે. આ ગુનામાં સંડોવાયેલા કુલ 3716 આરોપીઓની ધરપકડ કરાઇ છે. 2018 માં 149 કે 2019 માં 400 કેસ 2020 માં 224 કેસ 2021 માં 275 અને 2022 માં 740 કેસ કરવામાં આવ્યા છે. 31-02-2023 ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં દારૂબંધીના કુલ 12,739 ગુના નોંધાયા છે. આ ભંગ માટે 13,188 ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વલસાડમાં ‘આપ’ને મોટો ફટકો: ફલધરામાં સાંસદ ધવલભાઈ પટેલ અને ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની હાજરીમાં ૪૦૦થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા !

SP કક્ષાના અધિકારીઓ PI-PSI, કોન્સ્ટેબલને ખુલ્લા મને સાંભળે: સંઘવી

ગુજરાતના ડેપ્યૂટી સીએમ હર્ષ સંઘવીની વિપક્ષો ધોરણ 8 પાસ કહીને ઠેકડી પણ ઉડાવે છે. પણ યાદ રાખો, આ યુવા નેતા ગુજરાતનું ભવિષ્ય છે.

આસલોણા ગામે ૧૪ વર્ષની સગીરાની સાથે દુષ્કર્મ – કપરાડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ધરપકડ કરી તપાસ હાથ ધરી !

મોકડ્રીલ :કપરાડા તાલુકાના અંભેટી ખાતે આતંકવાદી હુમલા સમયે સુરક્ષા અને રેસ્ક્યુ અંગે મોકડ્રીલ યોજાઈ !

વલસાડના નવા SP યુવરાજસિંહ જાડેજાની પારડી પોલીસ મથકે અચાનક મુલાકાત !

error: Content is protected !!