On: September 8, 2023 7:16 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 80 ટકા ભરાયો, જળસપાટી 134 મીટરે પહોંચી

ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન એવા Sardar Sarovar Narmada Damમાં જળસંગ્રહની સપાટી 134 મીટર પહોંચી છે, એટલે કે હાલ ડેમ 80 ટકા વધુ ભરાયો હોવાનું સામે આવ્યું છે. હાલ ડેમમાં હજુ પણ વધુ નવા નીરની આવક જોવા મળી રહી છે.

નોંધનીય છે કે સરદાર સરોવર ડેમ 80% થી ઉપર ભરેલો છે ,ત્યારે વીજ મથકો પણ સતત ચલાવવામાં આવી રહ્યા છે. વીજ મથકો માંથી કરોડો રૂપિયાની વીજળી ઉત્પન્ન થઈ રહી છે. આ અંગે વીજ વિભાગના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર સરદાર સરોવર નર્મદા ડેમના માધ્યમથી 11,000 કરોડ રૂપિયાની વીજળી ઉત્પન્ન કરવામાં આવી છે.

સરદાર સરોવર નર્મદા ડેમ હજુ 80% ભરાયો છે, પરંતુ ડેમ સંપૂર્ણ ભરાશે તો વીજળીનું ઉત્પાદન પણ વધી જશે, જેનાથી આવનારા દિવસોમાં ગુજરાતના વિવિધ વિભાગને ફાયદો થશે.

વીજળી ઉત્પન્ન કરવા માટે 17000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. કેનાલ હેડ પાવર હાઉસના પાંચ ટર્બાઇન શરૂ કરી દેવામાં આવ્યા છે અને નર્મદા કેનાલમાં 19,500 પાણી છોડવામાં આવી રહ્યું છે. હજુ ડેમ સંપૂર્ણ ભરાશે તો આગમી દિવસોમાં વધુ પાણી છોડીને વધુ વીજ ઉત્પાદન કરવામાં આવશે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!