વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ રાજ્ય સરકારનું મગજ અને હૃદય: ઋષિકેશ પટેલ

0
61

ગાંધીનગર, સંજીવ રાજપૂત: વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગની યોજાયેલ ચિંતન શિબિર-૨૦૨૩માં મંત્રીશ્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. મંત્રી ઋષિકેશ પટેલે વૈધાનિક અને સંસદીય વિભાગને રાજ્ય સરકારનું હાર્ટ અને બ્રેઇન જણાવીને આ વિભાગ દ્વારા મહત્વનું કાર્ય કરવામાં આવતું હોવાનું ઉમેર્યુ હતું.

કાયદો અને નિયમો બનાવવા, તેમાં સુધારા કરવા, મહત્વની જોગવાઇઓનો અભ્યાસ, પરામર્શ કરવું મહત્વના ભાષાંતરોનું મહત્વનું કામ કરીને આ વિભાગ સરકારની બેકબોન સમાન કાર્ય કરી રહ્યું છે.
કાયદાઓની અદ્યતન રીપ્રિન્ટ તૈયાર કરવી નવા કાયદાનું પુન:પ્રકાશન કરી સચિવાલયના સંબંધિત વિભાગોને મોકલવું તેમજ અન્ય રાજ્યોમાં અમલી કાયદાઓની વિગતો એકત્રીત કરીને તુલનાત્મક અભ્યાસ અને સંશોધન કરવા જેવી મહત્વની કામગીરી આ વિભાગ દ્વારા કરવામાં આવે છે તે નોંધનીય અને પ્રશંસનીય છે. મંત્રીશ્રીએ વૈધાનિક અને સંસદીય વિભાગની કામગીરીની પ્રશંસા કરીને તેને બિરદાવી હતી. ગાંધીનગર ખાતેની આ ચિંતન શિબિરમાં વિભાગના મહત્વના આગામી પ્રોજેક્ટસ, તેમની મુશકેલીઓ અને પડકારોની વિગતવાત ચર્ચા કરવામાં આવી હતી.

આ ચિંતન શિબિરમાં મુખ્ય વક્તા તરીકે મોટીવેશનલ સ્પીકર વિશ્વાસ જાંબુ ઉપસ્થિત રહ્યાં હતા. શિબિરમાં વૈધાનિક અને સંસદીય બાબતોના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, સચિવ સર્વ સી. જે. ગોઠી અને કે.એમ.લાલા ઉપસ્થિત રહ્યાં હતા.
……………………………

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here