ધરમપુરમાં રામકથાનો પ્રારંભ અત્રેના લક્ષ્મી નારાયણ મંદિરના પરિસરમાં થતા સમગ્ર વાતાવરણ રામમય બન્યું છે કથાનું શ્રવણ પ.પૂ.છોટે મોરારીબાપુ

0
390

અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ ખાતે નવનિર્મિત રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનાં આધ્યાત્મિક માહોલ વચ્ચે અત્રેની શ્રી રામલલ્લા પુનઃપ્રાણ પ્રતિષ્ઠા આનંદ ઉત્સવ સમિતી ધરમપુરના ઉપક્રમે રામકથાનો પ્રારંભ અત્રેના લક્ષ્મી નારાયણ મંદિરના પરિસરમાં થતા સમગ્ર વાતાવરણ રામમય બન્યું છે કથાનું શ્રવણ પ.પૂ.છોટે મોરારીબાપુ ભાવનગર- કુંઢેલીવાળા કરાવશે

કથા પ્રારંભે આજે બપોરે બે કલાકે માલનપાડા આંબેડકર નગર ચેતનભાઈ ગાયકવાડનાં ઘરથી પોથીયાત્રા રામધૂન સાથે નીકળી હતીજે નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી પોથીયાત્રામાં નગરના તમામ મહિલા મંડળ ગ્રૂપના સભ્યો અને નગરજનો હોંશભેર જોડાયા હતા યુવાનોએ જયશ્રી રામના ગગનભેદી નારાઓ બોલાવી સમગ્ર વાતાવરણને રામમય કરી મૂક્યું હતું

બાદ ભગવતાચાર્ય શરદભાઈ વ્યાસ સહિત તમામ મહાનુભાવોએ રામ કથાકાર પ.પૂ.છોટે મોરારીબાપુનું અભિવાદન કર્યું હતું આ અવસરે અયોધ્યા ખાતે નવનિર્મિત થયેલા રામમંદિરની પ્રતિકૃતિ બનાવી કથા મંડપમાં મુકવામાં આવ્યા આખું પરિસર જાણે આયોધ્યામય બની ગયું હતું.

આ અવસરે સ્થાનિક ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, મહેન્દ્રભાઈ ચૌધરી, શ્રી શરદભાઈ વ્યાસ (ભાગવતાચાર્ય) શ્રી રાજેશભાઇ રાણા, હીરાભાઈ ગંગોડે, જીવાભાઈ આહીર, ડો.ડી.સી. પટેલ, મનસુખભાઇ વાવડીયા,ગીરીશભાઈ સોલંકી, ડો. હેમંતભાઈ પટેલ, ગીરીશભાઈ પંડ્યા,જયદીપસિંહ સોલંકી, વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા

કથાના મંગળ પ્રસંગોમાં
18મી એ શિવ વિવાહ, 20મીએશ્રી રામ જન્મોત્સવ,ડાયરો, 21મીએ શ્રી રામ વિવાહ 22મીએ વિશેષ કાર્યક્રમ રામ આયેંગે, 24મીએ હનુમાન જન્મોત્સવ અને દરરોજ સાંજે ભજન સંતવાણી કાર્યક્રમો – પ્રસંગો ઉજ્વાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here