મહેસૂલ મંત્રી ને રજૂઆત:કપરાડા તાલુકાનાં ત્રણ ગામો મધુબન રાયમાળ અને નગર ગામોને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં સમાવેશ નહી કરાવવા

0
167

રાજ્‍યના મહેસૂલ મંત્રીશ્રી રાજેન્‍દ્રભાઇ ત્રિવેદીને વલસાડ કલેકટર કચેરી ખાતે મહેસુલી મેળા માં લેખિત માં રજુઆત કરવામાં આવી.


કપરાડા તાલુકાનાં ત્રણ ગામો મધુબન રાયમાળ અને નગર ગામોને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં સમાવેશ નહી કરાવવા બાબતે ગ્રામ પંચાયત મધુબન જૂથમાં આવતા ગામો મધુબન,રાયમાળ,અને નગર જે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી તથા કપરાડા તાલુકાના બોર્ડર પર આવેલા ગામો છે. જે વર્ષોથી ગુજરાત રાજય ના વલસાડ જીલ્લાનાં કપરાડા તાલુકાના અભિન અંગ છે. ભૂતકાળ માં અમારા આ ગામો વિકાસની પરીભાષાથી વંચિત હતા,પરંતુ સમય જતા ગુજરાત રાજ્ય ની સરકાર દ્વારા ઉત્તમ વિકાસની કામગીરી દરમ્યાન ઘર ઘર મહોલ્લાઓ સુધી રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય અને શિક્ષણ તથા ગુજરાત રાજય સરકારની અનેક પ્રકારની યોજનાઓની સુવિધાઓ અમારા ત્રણ ગામોને પૂરી પાડે છે. જેવી કે ખેડૂતલક્ષી યોજનાઓ મત્સ્યોધોગની યોજના આવક જાતિના દાખલા,વિધવા અને વૃધ્ધાપેન્સન જેવી યોજનાઓ ગુજરાત રાજ્યની પારદર્શક કામગીરીને ધ્યાને લેતા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી કરતા ગુજરાત રાજય માં સરળતાથી વિકાસ તથા કામગીરી થાય છે. અને હાલની પરીસ્થિતિમાં સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી કરતા વધારે વિકાસ
ગુજરાતમાં દર્શાય છે.જેથી ગ્રામજનો સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી કરતા ગુજરાત રાજ્યમાં સુખી છે.તો
હાલમાં અમારા આ ત્રણ ગામોને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં સમાવેશ કરવાની હિલચાલ ચાલી રહી
છે. જેમાં ત્રણે ગામના ગ્રામજનો સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં સમાવેશ થવા માટે સખત વિરોધ કરી
રહ્યા છે.જો આ બાબતે અમોને અન્યાય થશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here