ભારત સરકારની કમ્પનીનું જહાજ ચલાવી અરવલ્લી જિલ્લાનું ગૌરવ વધારતો વીરેન્દ્ર

0
194

જીએનએ અરવલ્લી: જિલ્લા ખોબા જેવડા નાનકડા સુરાના પહડિયા ગામ નો સેકંડ નેવીગેશન ઓફિસર ની પદવી ધરાવતો વીરેન્દ્ર પટેલ ભારત સરકાર ની કમ્પની નું જહાજ ચલાવી અરવલ્લી જિલ્લો અને માલપુર તાલુકા પાટીદાર સમાજ નું ગૌરવ વધાર્યું

અરવલ્લીના માલપુર તાલુકામાં બે એવા રતન છે એક નેવિગેટર એક એવિગેટર ચાલક અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના અંતરીયાળ એવા નાનકડા ખોબા જેવડા સુરાના પહાડીયા ગામનાના વતની સ્વ.નાથાભાઈ રંગાભાઈ ના પૌત્ર અને મણીભાઈ નાથાભાઈ પટેલ હાલ રહેવાસી મુંબઈ પનવેલના પુત્ર વિરેન્દ્ર મણીભાઈ પટેલે ધોરણ 1 થી 10 ઈંગ્લિશ મીડીયમ આદ્યક્રાંતિવીર વાસુદેવ બળવતફડકે વિધાલયમાં અભ્યાસ કરી ધોરણ દસ સ્ટેટ બોર્ડ માં 82 ટકા સાથે પાસ કરી ધોરણ 12 માં 72 ટકા સ્ટેટ બોર્ડ માં સાયન્સના ફીજીકસ, કેમેસ્ટ્રી, ગણિત, બાયલોજી વિષય સાથે 72 ટકા સાથે પાસ કર્યા બાદ ત્રણ વર્ષ બેચલર ઓફ સાયન્સ ઇન નોટીકલ સાયન્સ (એમ.આઈ.ટી.) પુના ની મહારાષ્ટ્ર ઈન્સ્ટ્રુસ્યુંસ્ટીયુટ ઓફ ટેકનોલોજી માં 75 ટકા સાથે ફર્સ્ટ કલાસ મેળવી પાસ થતાં કોલેજ માં પ્લેસમેન્ટ માં ગોલાફ્લોરેસ કંપની માં ટ્રેઇની ઓફિસર તરીકે જહાજ પર એક વર્ષ પૂર્ણ કર્યા બાદ ભારત સરકાર ની ડાયરેક્ટર જનરલ ઓફિસર ની પરીક્ષા મુંબઇ ખાતે લેવાયેલ જેમાં લાઈસન્સ મેળવી જુનિયર ઓફિસર તરીકે નોકરી મળી ત્યાર બાદ મુખ્ય લાઈસન્સ મેળવી છેલ્લા સાત વર્ષ થી જહાજ ચલાવી રહેલા વિરેન્દ્ર પટેલે હાલમાં સેકન્ડ ઓફિસર તરીકે દોહકતાર નામ ની કતાર દેશ ની કંપની માં મિલાહા શિપ મેનેજમેન્ટ હાલ ફરજ બજાવી રહ્યા છે વીરેન્દ્ર પટેલે સમગ્ર ગુજરાત વાસીઓ ના વાલીઓ અને બાળકો ને જહાજ ચલાવવા ની કોઈપણ પ્રકાર નું અભ્યાસમાં અને અભ્યાસક્રમ બાબતે વતનના લોકો માટે પોતાનો મેલ એડ્રેસ પર Virendra.patel160@gmail.com સંપર્ક કરી માહિતી અને માર્ગદર્શન મેળવી અભ્યાસ કરી નોકરી મેળવી શકે છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના બાવન ગામ લેઉવા પાટીદાર સમાજ નું ગૌરવ વધારતાં સમાજ અને જિલ્લા ના અસંખ્ય લોકોએ અભિનંદન ની વર્ષા વરસાવી હતી.. ઉતરોત્તર પ્રગતિ ની શુભેચ્છાઓ પાઠવી હતી

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here