13 માં મૈત્રી પરિચય મેળામાં 75 જેટલા યુવક-યુવતીઓ એ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
વાપી નજીકના કરવડ ગામે શ્રી કૌશિક કાંતિલાલ હરિયા માધ્યમિક શાળામાં વાપીના હરીશ આર્ટ, સુભાષ પટેલ,નવીન પટેલ ગોવિંદ પટેલ મીરા પટેલ અને સામાજિક આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી.
13 માં મૈત્રી પરિચય મેળામાં 75 જેટલા યુવક-યુવતીઓ એ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
હરીશભાઈ પટેલે જણાવ્યું કે આપની જિંદગી ભણવામાં જતી હોય છે. સરકારી કે ખાનગી નોકરી મેળવવા સમય નીકળી જાય છે.સમય સર થોડીક બાંધછોડ કરી પસંગી કરવી જોઈએ હવે જીવન ઓશું થઈ ગયું છે.સમાજમાં આગેવાનો આગળ આવી સમાજ માટે સામાજિક જવાબદારી સંભાળી સેવાકિય પ્રવૃત્તિઓ કરવી જોઈએ અન્ય આગેવાનો દ્વારા પણ ઉપસ્થિત યુવક યુવતી અને વાલીઓને વિશેષ મહત્ત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
75 જેટલા યુવક-યુવતીઓ દ્વારા જીવનસાથીની પ્રાથમિક પસંદગી સ્ટેજ પર આવી માહિતી આપી હતી.
આદિવાસી ઢોડિયા જ્ઞાતિના લગ્ન લાયક યુવક અને યુવતીઓ, વિધવા – વિધુર, ત્યકતા કે છૂટાછેડા વાળા સમાજના જીવન સાથીની શોધ કરતા ઉમેદવારો એક જ મંચ ઉપર પસંદગી મેળવી શકે તે મુખ્ય આશય હતો.
જીવનસાથી મેળામાં 75 જેટલા યુવક-યુવતીઓને શુભેચ્છાઓ આપી હતી. આ પરિચય મેળાનો હેતુ સમાજના યુવા વર્ગ ઉપરાંત 50 કે 60 વર્ષ પહોંચેલા વયસ્કોને કે જેઓએ તેમના જીવનસાથી ગુમાવેલ છે અને એકલવાયું જીવન જીવે છે. તેવા ઉમેદવારોને પણ જીવનસાથીની શોધમાં મદદરૂપ થવાનો શુભ આશય રહેલો છે.
મૈત્રી પસંદગી મેળાને સફળ બનાવવા માટે ઉપસ્થિત મીરાબેન પટેલ અને આગેવાનો દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. સુભાષભાઈ પટેલ, દિપકભાઈ પટેલ,નવીનચંદ્ર પટેલ ગોવિંદભાઇ પટેલ રતિલાલ પટેલ ગણેશભાઈ પટેલ ગુલાબભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો મહેનત કરી સારી સફળતા મળી છે.
Ad…