100 કરોડનાં ઘરમાં રહે છે સાઉથનો આ સ્ટાર, 15 કરોડ રૂપિયા લે છે..
અલ્લૂ અર્જુન દક્ષિણ ભારતીય સિનેમાના લોકપ્રિય કલાકારોમાંનો એક છે. તે પ્રખ્યાત તેલુગુ અભિનેતા ચિરંજીવીનો ભત્રીજો અને તેલુગુ હાસ્ય કલાકાર આલુ રામલિંગાહનો પૌત્ર છે. અલ્લૂ એક ફિલ્મ માટે 13 થી 15 કરોડ રૂપિયા લે છે. જો કે, તે તેની ભવ્ય જીવનશૈલી માટે પણ જાણીતો છે. તાજેતરમાં, અલ્લુને એક પુત્રી થઈ છે, તે પહેલાથી જ એક પુત્રનો પિતા હતો. ચાલો જાણીએ કે અલ્લુ પડદા પાછળ કેવી લાઈફ જીવે છે.
અલ્લૂએ પોતાનું આશિયાના ખરીદ્યુ છે, જેને જોઈને તમે તેના કાયલ થઈ જશો. અલ્લૂ 2003માં પહેલીવાર તેલુગુ ફિલ્મ ‘ગંગોત્રી’માં લીડ રોલ કરતો જોવા મળ્યો હતો. તેણે અત્યાર સુધીમાં 15થી વધારે ફિલ્મોમાં કામ કર્યુ છે.