વલસાડ જિલ્લાના આદિવાસી લેખક અને સાહિત્યકાર ડો.વિમુખ યુ.પટેલને સંતકબીર એવોર્ડ માટે પસંદગી…

0
271

  • વલસાડ જિલ્લાના આદિવાસી લેખક અને સાહિત્યકાર ડો.વિમુખ યુ.પટેલને સંતકબીર એવોર્ડ માટે પસંદગી.
  • આદિવાસી લેખક અને સાહિત્યકાર ડો.વિમુખ યુ પટેલ ને નિર્ણાયક મંડળ દ્વારા સંત કબીર સન્માન – 2023 માટે પસંદગી કરવામાં આવી છે.
  • ડો.વિમુખ પટેલ પોતાનું સમગ્ર જીવન દેશ માટે સમર્પિત કરીને ભારતને વિશ્વગુરુ બનાવવામાં મદદરૂપ બનશે.

ભારત ભૂષણ મહંત ડો. નાનક દાસ જી ભૂતપૂર્વ કેન્દ્રીય ટી બોર્ડના સભ્ય ભારત સરકાર, અખિલ ભારતીય કબીર મઠ પરંપરાગત સદગુરુ કબીર આશ્રમ સેવા સંસ્થાન મોટી ખાતુ અને કબીર સમાધિ સ્થળ મગર ધામ કબીર 504 ના કબીરના શુભ અવસર પર દેશમાં પ્રથમ વખત મહાપરિનિર્વાણ મહોત્સવમાં સંતકબીર એવોર્ડ માટે દેશનાં 100 મહાન હસ્તીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના ધોધડકુંવા ગામના રહેવાસી અને વાપીની આર.કે.દેસાઈ કોલેજમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા આદિવાસી લેખક અને સાહિત્યકાર ડો.વિમુખ યુ પટેલ ને નિર્ણાયક મંડળ દ્વારા સંત કબીર સન્માન – 2023 માટે પસંદગી કરવામાં આવી છે.
ડો.વિમુખ પટેલ પોતાનું સમગ્ર જીવન દેશ માટે સમર્પિત કરીને ભારતને વિશ્વગુરુ બનાવવામાં મદદરૂપ બનશે.
ડૉ.વિમુખ યુ પટેલને આ એવૉર્ડ ડો. બાબાસાહેબ આંબેડકર ઈન્ટરનેશનલ હોલ, નવી દિલ્હી ખાતે આયોજિત ભવ્ય સમારંભમાં આપવામાં આવશે.
ડૉ. વિમુખ યુ પટેલ ને વલસાડ જિલ્લાના સમગ્ર આદિવાસી સમાજ તથા શૈક્ષણિક વહીવટી તંત્રએ આ સિદ્ધિ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here