બિલપુડી સમાજ મંદિર મુકામે રક્તદાન કેમ્પ યોજાયો. 28 યુનિટ રક્તદાન મેળવ્યું

0
331

પેરામેલેટરી રીટાયર શંકરભાઈ ગવળીનું વ્યક્તિ વિશેષ તરીકે સન્માન કરવામાં આવ્યું.

બિલપુડી સમાજ મંદિર મુકામે રક્તદાન કેમ્પ યોજાયો. 28 યુનિટ રક્તદાન મેળવ્યું.

Ad…

ધરમપુર તાલુકાના બિલપૂડી ગામે પાર્થ ટ્રેડર્સ વાપી , સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ, એગ્રીકલ્ચર માર્કેટીંગ સ્ટાફ ધરમપુર Rainbow warriors Dharampur તથા ગ્રામ પંચાયત બિલપુડીના સંયુક્ત ઉપક્રમે આયોજિત રક્તદાન કેમ્પમાં 28 યુનિટ રક્તદાન મેળવવામાં આવ્યું.

રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન ગણદેવી પ્રભારી ગણેશભાઈ બિરારીના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે સિક્કિમમાં અકસ્માતનો ભોગ બનેલા ભારતીય સેનાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

Ad…

Rainbow warriors Dharampur ગ્રુપની અનોખી પરંપરા મુજબ ગામના આર્મી રીટાયર શંકરભાઈ ગવળીનું વ્યક્તિ વિશેષ તરીકે સન્માન કરવામાં આવ્યું.

આ પ્રસંગે ગામના સરપંચ ઉમેદભાઈ પઢેર, સુરેશભાઈ પટેલ તા. પં સભ્ય, ડૉ. હેમંત પટેલ સાંઈનાથ હોસ્પિટલ ધરમપુર, છનીયાભાઈ પટેલ માજી તા. પ.સભ્ય, રમણભાઈ દેશમુખ સા. કાર્યકર, કેતન ગરાસિયા મહામંત્રી ધરમપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, રાજેશ પટેલ સહમંત્રી ધરમપુર ટીચર સોસાયટી, ઈશ્વર માહલા સહમંત્રી ધરમપુર ટીચર સોસાયટી , નીરજ માંકડિયા શિક્ષક , ઉષાબેન માહલા શિક્ષક સિદુંબર, વંદનાબેન શિક્ષક , ભાવિકા પાનેરીયા c.r.c સિદુંબર, નલિની ગરાસિયા શિક્ષક , નિતા પટેલ , ઋષિકેશ ઉપાધ્યાય એગ્રીકલ્ચર માર્કેટીંગ સ્ટાફ , સંજયભાઈ, રજનીભાઈ પટેલ સરપંચ મરઘમાળ, હરિઓમ બિરલા , હરેશભાઈ, સુનિલભાઈ , ડૉ. વિરલભાઈ અટારા વગેરે ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન કરી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.

રક્તદાતાઓને પાર્થ ટ્રેડર્સ વાપી તથા સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તરફથી પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી. રક્તદાતાઓ માટે નાસ્તા તથા ભોજનની વ્યવસ્થા એગ્રી કલ્ચર માર્કેટીંગ સ્ટાફ તથા ગ્રામ પંચાયત બિલપુડી તરફથી કરવામાં આવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ધર્મેશ માહલા, પ્રિયકાન્ત પવાર તથા એગ્રીકલ્ચર માર્કેટિંગ સ્ટાફ ધરમપુર તથા બિલપુડી ગામના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ધર્મેશ માહલા , પ્રિયકાન્ત પવાર, ઉમેશ પટેલ , મિતેશ પટેલ , Rainbow warriors Dharampur ગ્રુપના સભ્યો તથા આવધા શાળાના શિક્ષક તથા Rainbow warriors Dharampur ગ્રુપના કો. ઓર્ડીનેટર શંકર પટેલે કર્યું હતું.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here