ધરમપુર સેવા મંડળના આધ્ય સ્થાપક પૂજ્ય કલ્યાણજી કાકાની 26મી પુણ્ય તિથિ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલ માધ્યમિક શાળા આસુરા અને રેઈન્બો વોરિયર્સ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિર

0
631

પૂજ્ય કલ્યાણજીભાઈ કિકાભાઈ ગરાસીયાની પુણ્ય તારીખે સરદાર વલ્લભભાઈ પટેલ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા આસુરા મુકામે રક્તદાન કેમ્પ યોજાયો જેમાં 78 unit રક્તદાન ભેગું કરી અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

ધરમપુર સેવા મંડળના આધ્ય સ્થાપક પૂજ્ય કલ્યાણજી કાકાની 26મી પુણ્યતિથિ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલ માધ્યમિક શાળા આસુરા અને રેઈન્બો વોરિયર્સ ધરમપુરના સહયોગથી ધરમપુર વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સ્વૈચ્છિક રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય મહેમાનશ્રીઓમાં નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખાભાઈ આહીર, માજી સરપંચ દિનેશભાઈ પટેલ પેલાડ ભૈરવી, જીવાભાઇ આહીર ચેરમેન એપીએમસી ધરમપુર, બીપીનભાઈ પટેલ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને કાર્યપાલક ઇજનેર આહવા તેમજ અન્ય આમંત્રિત મહેમાનો,ગામજનો અને રક્તદાતાઓને સેવા મંડળના પ્રમુખ ચુનીભાઇ પટેલ દ્વારા આવકાર્યા હતા. આ રક્તદાન શિબિરમાં રક્તદાતાઓને હેલ્મેટ આપનાર દાતા દિનેશભાઈ પટેલ, જીવાભાઇ આહીર અને ધરમપુર સેવા મંડળ તેમજ સ્માર્ટ કપના દાતા સ્વર્ગસ્થ ઘેવરચંદ ઓસ્ટવાલના સ્મરણાર્થે ઓસ્ટવાલના એન્ડ કુ., તથા ટિફિન બોક્સના દાતા સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ ના સ્મરણાર્થે પ્રિયાંકભાઈ પટેલ દ્વારા સ્મૃતિ ભેટ આપવામાં આવ્યા હતા. આ રક્તદાન શિબિર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સહયોગથી તેમજ રેમ્બો વોરિયર્સ ધરમપુરના સહકારથી યોજાયો જેમાં કુલ 78 રક્તદાતાઓએ રક્તદાન કરી પૂજ્ય કલ્યાણજી કાકાને સાચી શ્રદ્ધાંજલિ આપી. રક્તદાન ના અંતે શાળાના આચાર્ય જયેશકુમાર ટંડેલ દ્વારા સર્વે રક્તદાતાઓનો ઋણ સ્વીકાર કરવામાં આવ્યો.

Ad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here