ગુજરાતમાં કોઇ દારૂની બોટલ સાથે પ્રવેશ કરે તો પોલીસ દ્વારા અમને હેરાન કરવામાં આવે છે

0
120

એસોસીએશન ઓફ પ્રોગ્રેસીવ રીટેઇલ લીકવર વેન્‍ડર્સ (એપીઆરએલવી) મહારાષ્‍ટ્રના વાઇન શોપ માલિકોના એક ગ્રુપે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. તેમણે ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ સામે રક્ષણ માગ્‍યું છે. આ ગ્રુપ જેમાં મુંબઇ, થાણે, પાલઘર અને અન્‍ય જિલ્લાના લાયસન્‍સ ધરાવતી દારૂની દુકાનોના માલિકો સામેલ છે તેણે ગુજરાત પોલીસ સામે અવાર નવાર પ્રોહીબીશનના કેસ તેમની ઉપર કરતી હોવાનો આક્ષેપ કર્યો છે.
ગુજરાતમાં કોઇ વ્‍યકિત દારૂ સાથે પકડાય તો જે તે દુકાનદાર સામે કેસ કરીને હેરાન કરવામાં આવે છે.

જસ્‍ટીસ સમીર જે દવે સમક્ષ આ કેસ આવ્‍યો પણ સમયના અભાવે તેની સુનાવણી નહોતી થઇ શકી. હવે તેની સુનાવણી ૭ જુલાઇએ થશે. આ કેસમાં પ્રતિવાદી તરીકે ગુજરાત સરકાર, ડીજીપી અને અમદાવાદ, સુરત, વડોદરા તથા રાજકોટના પોલિસ કમિશનરોના નામ અપાયા છે.

એડવોકેટ ધ્રુવિન મહેતાએ અરજદારો વતી દાવો કર્યો કે, ગુજરાત પોલીસ પ્રોહીબીશન કેસમાં કાયદેસરનું લાયસન્‍સ ધરાવતી વાઇન શોપના માલિકોને ખોટી રીતે સંડોવે છે. આ કેસો ગુજરાતમાં દારૂની હેરફેરમાં પકડાયેલા લોકોના સ્‍ટેટમેન્‍ટના આધારે ગુજરાત પ્રોહીબીશન એકટ ૧૯૪૯ હેઠળ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, આ પધ્‍ધતિ ગેરબંધારણીય અને ગેરકાયદેસરની છે.

અરજીમાં વધુમાં જણાવાયું છે કે, એવા ઘણાં કેસો છે જેમાં ગુજરાત પોલીસે કોઇ પણ તપાસ કર્યા વગર સીધા વાઇન શોપ માલિકની ધરપકડ કરી હોય. એપીઆરએલવીની દલીલ છે કે, આ પધ્‍ધતિના કારણે વાઇન શોપ માલિકો અને તેમના કર્મચારીઓને બીનજરૂરી હેરાનગતી થાય છે અને કાયદાકીય બોજ આવે છે.

અરજદારોની દલીલ છે કે તેઓ પોતાનો ધંધો મહારાષ્‍ટ્રમાં કરે છે, જ્‍યાં તેમની પાસે કાયદેસરનું લાયસન્‍સ છે અને દારૂ વેચવો ગેરકાયદેસર નથી. એટલે ગુજરાત પોલીસની કાર્યવાહી અને ગુજરાત પ્રોહીબીશન એકટ ૧૯૪૯ હેઠળ તેમને ગુનેગાર ગણવા એ બંને બિનકાયદેસર અને ગેરબંધારણીય છે. પકડાયેલ આરોપીના સ્‍ટેટમેન્‍ટના આધારે તેમને નોટીસ મોકલવાથી તેમને અથવા તેમના કર્મચારીઓને ગુજરાતના ધકકા ખાવા પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here