આદિવાસી બાળકોને સડેલું શિક્ષણ આપી અન્યાય કરી રહ્યા છીએ’- IAS ધવલ પટેલ

0
313

નર્મદાઃ સરકારને ના ગમે તેવું બોલવાની હિંમત ઘણા ઓછા અધિકારીઓમાં હોય છે. સત્ય બોલવું અને તે પણ બેખૌફ રીતે ઘણી વખત નડતર ઊભું કરી જતું હોય છે અને તેના કારણે ઘણી વખત અધિકારીઓ સત્ય જાણતા હોવા છતા મોંઢે આંગળી મુકી દેતા પણ જોયા હશે. જોકે અહીં આપણે આ સત્ય સાથે રહી પોતાની વાત બેખૌફ રીતે કરનાર અધિકારીની કરવા જઈ રહ્યા છીએ. આઈએએસસ ધવલ પટેલ દ્વારા ગુજરાતની શિક્ષણનીતિ કથળતી જતી હોવાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે.

(વાંચો અહીં આ પત્રમાં તેમણે શું કહ્યું છે.)

બાળકો સાથે છળ કરવું એ નૈતિક અધઃપતિનની પરાકાષ્ઠા
શાળા પ્રવેશોત્વસ મામલે ધવલ પટેલે જે શાળાઓ ઓની મુલાકાત લીધી તે શાળાઓની દયનીય હાલત જોઈ તેઓ દુખી થયા છે. છોટાઉદેપુર તાલુકાના છ ગામોની શાળાઓનો રિપોર્ટ પ્રાથમિક શિક્ષણ સચિવને તેમણે મોકલ્યો છે. તેમણે લેખિત પત્રમાં શાળાઓના શિક્ષણને અત્યંત નિમ્ન કોટીનું હોવાનું ગણાવ્યું છે. ધોરણ 8ના વિદ્યાર્થીઓને વાંચતા લખતા પણ ના આવડે તેને લઈને તેઓનું મન દ્રવી ઉઠ્યું હોવાનું પત્રમાંથી જાણી શકાય છે. તેમણે કહ્યું કે, આદિવાસી બાળકોને આપણે સડેલું શિક્ષણ આપીને આપણે તેમની સાથે અન્યાય કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આદિવાસીઓ સાથે છળ કરવું એ નૈતિક અધઃપતનની પરાકાષ્ઠા છે.

ઉલ્લેખનીય છેકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના 29મા દ્વિવાર્ષિક સંમેલન “અખિલ ભારતીય શિક્ષા સંઘ અધિવેશન”માં ભાગ લીધો હતો
પ્રધાનમંત્રીએ એવો માહોલ બનાવવાની જરૂરિયાત પર ખાસ ભાર મૂક્યો હતો કે, જ્યાં લોકો શિક્ષક બનવા માટે આગળ આવે. તેમણે શિક્ષકના દરજ્જાને વ્યવસાય તરીકે આકર્ષક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, દરેક શિક્ષક તેના દિલના ઉંડાણમાંથી શિક્ષક હોવો જોઇએ.

Ad

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here