વલસાડ જિલ્લામાં સરકારની વિદ્યાર્થીલક્ષી યોજનાઓની સમજ અંતર્ગત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું..

0
239

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વલસાડ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી વલસાડના સંયુક્ત ઉપક્રમે તા.૧૮/૦૭/૨૦૨૩ને મંગળવારના રોજ અતુલ વિદ્યાલય અતુલ, વલસાડ ખાતે વિદ્યાર્થીલક્ષી યોજનાઓની સમજ અંતર્ગત મિટિંગનું આયોજન થયું.

જિલ્લા શિક્ષણાધિકારી બી.ડી.બારીઆના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. અર્જૂનભાઈ પટેલે ગુજરાત સરકારની શિક્ષણ સંબંધિત યોજનાઓ જેવી કે, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ, રક્ષા શક્તિ સ્કૂલ, જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ, વિદ્યાજલી પોર્ટલ તેમજ પ્રશસ્ત એપ્લિકેશનમાં દિવ્યાંગ બાળકોના સર્વેની વિગતવાર સમજણ PPT દ્વારા આપવા આવી હતી.

શિક્ષણ નિરીક્ષક ડૉ.બિપીનભાઈ પટેલ દ્વારા નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ (N.M.M.S.), પ્રાથમિક – માઘ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા( PSE -SSE), રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા (N.T.S.E ) પરીક્ષાઓ અંગે તેમજ DITE વલસાડમાંથી ઉપસ્થિત ડૉ.દર્શનાબેન પટેલે ઇન્સ્પાયર એવોર્ડ્સના રજિસ્ટ્રેશન અને તૈયારી અંગેની ઊંડાણથી માહિતી આપી હતી.
વિદ્યાર્થીલક્ષી યોજનાની સમજ અંગેની આજની મિટિંગમાં તમામ શિક્ષણ સેવા વર્ગ -૨ના અઘિકારીઓ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, મદદનીશ શિક્ષણ નિરીક્ષકશ્રીઓ, BRC, CRC, કેળવણી નિરીક્ષકો, SVS અને QDC કન્વીનરશ્રીઓ ઉપસ્થિત રહયા હતા. તમામે સરકારની વિદ્યાર્થીલક્ષી યોજનાઓને શાળાના લાભાર્થી વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી પહોચાડવા તેમજ અમલીકરણ કરવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here