સીઆરસી, બીઆરસી, એસવીએસ, જિલ્લા અને રાજ્યકક્ષા તેમજ નેશનલ કક્ષા સુધી પ્રદર્શન યોજાય છે. સીઆરસી કક્ષાનું પ્રદર્શનનો પ્રારંભ તારીખ 1લી, સપ્ટેમ્બરથી થશે.

0
257

ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં બાળ વિજ્ઞાન મેળા અને પ્રદર્શનો યોજાશે

પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ગણિત વિષય પ્રત્યેની ઋચિ વધે તે માટે તમામ શાળાઓમાં વિજ્ઞાન મેળા અને પ્રદર્શનો યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સીઆરસી, બીઆરસી, એસવીએસ, જિલ્લા અને રાજ્યકક્ષા તેમજ નેશનલ કક્ષા સુધી પ્રદર્શન યોજાશે. જેમાં સીઆરસી કક્ષાનું પ્રદર્શનનો પ્રારંભ તારીખ 1લી, સપ્ટેમ્બરથી થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓમાં સાયન્સ અને ગણિત વિષયમાં રસ જાગે તેમજ તેનામાં રહેલો બાળવૈજ્ઞાનિક જીજ્ઞાસાને જાગૃત્ત કરવા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનું આયોજન કરવામાં આવે છે. સીઆરસી, બીઆરસી, એસવીએસ, જિલ્લા અને રાજ્યકક્ષા તેમજ નેશનલ કક્ષા સુધી પ્રદર્શન યોજાય છે. સીઆરસી કક્ષાનું પ્રદર્શનનો પ્રારંભ તારીખ 1લી, સપ્ટેમ્બરથી થશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં સાયન્સ પ્રત્યે રહેલી અરૂચી દુર થાય અને તેમનામાં સાયન્સ પ્રત્યેક રસ જાગૃત્ત થાય. ઉપરાંત બાળકમાં રહેલી બાળ વૈજ્ઞાનિકની શક્તિને પ્રોત્સાહન આપવા માટે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન સીઆરસી કક્ષાએ તારીખ 1લી થી 10મી, સપ્ટેમ્બર, બીઆરસી કક્ષા અને એસવીએસ કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન તારીખ 10મીથી તારીખ 20મી, સપ્ટેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યુ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સાયન્સ, ગણિત, પર્યાવરણ સહિતના પાસાઓને ધ્યાનમાં રાખીને અલગ અલગ પાંચ પ્રકારના વિષયો ઉપર બાળકોએ પોતાની બુદ્ધિથી કૃતિ તૈયાર કરવાની હોય છે. જોકે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં સીઆરસી કક્ષાથી એસવીએક કક્ષા સુધીના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની તારીખો જાહેર કરવામાં આવી છે. આગામી સમયમાં જિલ્લા, રાજ્ય અને નેશનલકક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની તારીખો જાહેર કરવામાં આવશે. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી, સ્વાસ્થ્ય, જીવન-પર્યાવરણને અનુરૂપ જીવનશૈલી, કૃષિ-ખેતી, પ્રત્યાયન અને વાહન વ્યવહાર, ગણનાત્મક ચિંતન- કમ્પ્યુટરના ઉપયોગ સંલગ્ન ચિંતનાત્મક પ્રક્રિયા, સ્વાસ્થય અને ટકાઉ પૃથ્વી માટે મિલેટસ ઉપર શાળાના બાળકોએ પોતાના મનપસંદ વિષય ઉપર પોતાની કૃત્તિ તૈયાર કરીને પ્રદર્શનમાં ભાગ લેવાનો હોય છે.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here