https://youtube.com/watch?v=1xsiOvjpLic&si=IhlhzLsgIHEJpA0l
https://youtu.be/1xsiOvjpLic?si=ZnWRKBCyFVIdp6
વડોલી ગામના લોકો અને વન વિભાગ દ્વારા દિપડાને બચાવાની કામગીરી કરવામાં આવી. હાલમાં કૂવામાં પાણી ઉપર હોવાથી ખાટલો દોરડા બાંધી મુકવામાં આવ્યો હતો. પણ ખાટલા પર ના ચઢતા સીડી મુકવામાં આવી હતી. જે સીડી પર ચઢીને બહાર જંગલમાં નીકળી ગયો હતો.ભારે જહેમત બાદ દિપડાને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
Ad..








કપરાડા તાલુકાના વડોલી ગામે દીપડો કૂવામાં ખાબક્યો
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વડોલી મૂળગામ કલીબેન ચૌધરી ના જમીન ના કૂવામાં દીપડો કૂવામાં ખાબક્યો હતો. દિપડો કૂવામાં ખાબકયાની જાણ થતા સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દિપડો ખાબક્યાની જાણ વન વિભાગને કરતા વન કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.






