
વલસાડ જીલ્લાના કપરાડા સિવાયના તમામ તાલુકાઓમાં ફાયર સ્ટેશન સેન્ટરની સુવિધા છે,
કપરાડા તાલુકો ખૂબજ મોટો અંતરિયાળ વિસ્તાર છે. કપરાડા તાલુકાની કમનસીબ કહેવાય હજુ સુધી ફાયર સ્ટેશન સેન્ટર ઉપલબ્ધ કરાવવા સરકાર દ્વારા ધ્યાનમાં લેવામાં આવ્યું નથી.
તાજેતરમાં મોજે બિલિયા ગામના વ્યક્તિ ઓ
ગામમાં આવેલ ચેકડેમમાં તણાયા હતા. કપરાડા ખાતે ફાયર સ્ટેશન સેન્ટરની સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે તેઓને બચાવી શકાયેલ નથી તથા બે દિવસ જેટલા લાંબા સમયગાળા બાદ મૃતદેહો મળિયા હતા. સ્થાનિક લોકો અને ફાયરબ્રિગેડ ધરમપુર ભારે જહેમત ઉઠાવી નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.આવી અનેક ઘટના કપરાડા તાલુકા માં ઘણી બધી બની ચૂકેલી છે.પાર નદી કોલક નદી દમણગંગા નદીમાં અનેક લોકો ડૂબી જવાની આકસ્મિક ઘટના બની છે. આગ મકાનો સળગી કે તૂટી પડવાની પણ ઘટના ઓ બની છે. તેમાં ફાયર સ્ટેશન ન હોવાના કારણે
લોકો ને જાન ગુમાવવી પડી.તો કપરાડા તાલુકા માં ફાયર સ્ટેશન ઊભું થાય તેવી સમગ્ર લોકો ની માંગ છે.જે અંગે ધારાસભ્ય કપરાડા – પૂર્વ મંત્રી ગુજરાત સરકાર જીતુભાઇ ચૌધરીન આવેદન પત્ર આપી ધ્યાન દોરવામાં આવ્યું છે.

કપરાડા જેવા અંતરિયાળ અને પહાડી વિસ્તારમાં માર્ગ અકસ્માત,પુર હોનારત તથા દુકાનોમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. ઉપરાંત જાગૃકતાના અભાવે આ વિસ્તારના રહીશો આગમચેતી રાખી શકતા નથી.
નાનાપોંઢાથી સુથારપાડા સુધીનો રસ્તો ખાડા ટેકરાવાળો હોવાથી ચોમાસામાં અકસ્માતની ઘટનાઓ વારંવાર બને છે તથા લોકોને જીવ ગુમાવવો પડે છે.
વલસાડ જીલ્લાના કપરાડા સિવાયના તમામ તાલુકાઓમાં ફાયર સ્ટેશન સેન્ટરની સુવિધા છે,
પરંતુ કપરાડામાં આ સુવિધાના અભાવે આકસ્મિક પરિસ્થિતિઓમાં નિર્દોષ લોકોને બચાવી શકાતુ નથી. તમામ હકીકતો ધ્યાને લેતાં, કપરાડા ખાતે ફાયર સ્ટેશન સેન્ટર ઉપલબ્ધ કરાવવા સતિષભાઈ.ડી.કરડેલ, હિરલકુમાર એ.પટેલ,પીનેશભાઈ આર.પવાર, ભાવેશભાઈ બી. ગાંવિત, હરેશભાઈ જી.રાઉત , સંજયભાઈ આર.ખાંડરા નમ્ર વિનંતી કરવામાં આવી છે.
કપરાડા તાલુકા ના વિસ્તારથી જાણકાર અને આગ અને બચાવ કાર્ય ની તાલીમ માં નિપૂણ એવા કપરાડા તાલુકાના કેટલાક જવાનો છે.જેઓ ને આ ફાયરસ્ટેશન થકી નોકરી મળી જશે.
જાગ્રત યુવાનો અને કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન માહલા દ્વારા કપરાડા માં ફાયર સ્ટેશન સેન્ટર ઉપલબ્ધ કરાવવા કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, કલેક્ટરશ્રી વલસાડ, મુખ્યમંત્રીશ્રી ગાંધીનગર, ગુજરાત ને આવેદનપત્ર પાઠવ્યું છે.
Ad.











