
- ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ ઓનલાઈન ફોર્મ ભરવું ફરજિયાત
- રાજ્યમાંથી કુલ 16,000થી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું ગત વર્ષની સરખામણીએ આ વખતે 12 દિવસ વહેલા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-2024માં યોજાનાર ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે તા.2 નવેમ્બરથી શરૂ થઈ છે, જે તા.11મી ડિસેમ્બર સુધી ચાલશે.
જે વિદ્યાર્થીઓએ ઓપન સ્કૂલમાં પરીક્ષા આપવાની છે તેઓએ પણ ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. બીજુ કે, જે વિદ્યાર્થીઓ GSOS મારફતે ફોર્મ ભર્યુ હશે પરંતુ રજિસ્ટ્રેશન નહી કરાવ્યું હોય તો તેવા વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન માટે બોર્ડ દ્વારા મેસેજ મોકલવામાં આવશે. ગત વર્ષની સરખામણીએ આ વખતે 12 દિવસ વહેલા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS)ના માળખામાં આ વખતેનો મોટો ફેરફાર કર્યો છે. બોર્ડની રેગ્યુલર પરીક્ષામાં નાપાસ થતાં વિદ્યાર્થીઓ માટે ઓપન સ્કૂલનો વિકલ્પ ખુલ્લો મુકવામાં આવ્યો છે. ઓપનલ સ્કૂલ મારફતે પરીક્ષા આપવા માટે અત્યાર સુધીમાં રાજ્યમાંથી કુલ 16,000થી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમા ધોરણ.10 માટે 2 હજારથી વધુ વિદ્યાર્થી નોધાયાં છે. રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેવા વિદ્યાર્થીઓએ પણ બોર્ડની પરીક્ષાનું ફોર્મ ભરવું પડશે.
Ad.
















