ગુજરાતની તમામ પ્રાયોજના વહીવટદારની કચેરીઓમાં કામગીરીની વિજીલન્સ દ્વારા તપાસ કરાવવામાં આવેતો કરોડનું કૌભાંડ બહાર આવે તેમ છે. – ચૈતર વસાવા ધારાસભ્ય

On: November 3, 2023 4:57 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

દેડીયાપડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાતની તમામ પ્રાયોજના વહીવટદારની કચેરીઓમાં કામગીરીની વિજીલન્સ તપાસ માટે ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી, ગુજરાત રાજ્ય,ગાંધીનગરને લેખિત માં ફરિયાદ કરવામાં આવી છે.

ગુજરાતની તમામ પ્રાયોજના વહીવટદારની કચેરીઓમાં છેલ્લા ૭ વર્ષમાં કામગીરીની વિજીલન્સ તપાસ અનુસુચિત જન જાતિ-આદિવાસી લોકોના સામાજિક અને આર્થિક ઉત્કર્ષ થાય તે હેતુ થી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રાજ્ય કક્ષાએથી અગ્ર સચિવ તથા નિયામક શ્રી આદિજાતી વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા સબંધિત જિલ્લાઓમાં વિવિધ યોજનાઓ સદરો હેઠળ જિલ્લાના પ્રાયોજના વહીવટદાર શ્રીની કચેરીઓને અમલીકરણ બનાવીને દર વર્ષે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. રાજ્ય કક્ષાએ અગ્ર સચિવ આદિજાતિ વિકાસ વિભાગના અધ્યક્ષ સ્થાને નિયામક આદિજાતિ વિકાસ દ્વારા બનેલ સમિતિ દ્વારા વિવિધ યોજનાઓની સમયાંતરે સમિક્ષા પણ કરવામાં આવે છે. છતાં આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ માંથી ખુબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે.

હાલમાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે બોગસ સરકારી કચેરી ઉભી કરી ૪.૧૫ કરોડ રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા છે, ત્યારે સવાલ એ થાય છે કે આ ગ્રાન્ટના સદર, અંદાજપત્રો, Gern portial, નિવિદા No Objection Certificate, DBT Portal નાણાકીય ચુકવણું, C.M. Dash Board સાથે યોજના link કરવી, Social Audit અને thaird party verification,જેવી જોગવાઈઓ નિયત પતિથી નાણા ચૂકવતા હોય છે. છતા તમામ નિયમો અને શરતો નેવે મૂકીને અધિકારીઓ અને એજન્સીઓ દ્વારા ખુબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. આ તો ટ્રેલર છે. જો ગુજરાતની તમામ પ્રાયોજના વહીવટદારની કચેરીઓમાં છેલ્લા ૭ વર્ષની કામગીરીની વિજીલન્સથી તપાસ કરાવવામાં આવે, તો આવુ જ ૧૨૦૦-૧૨૫૦ કરોડનું કૌભાંડ બહાર આવે તેમ છે.

અંબાજી થી ઉમરગામ સુધીના પ્રાયોજના વહીવટદારની કચેરીઓમાં, છેલ્લા પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના,બંધારણની કલમ ૨૭૫(A) ની યોજના, ગુજરાત પેટર્ન, બોર્ડર વિલેજ, ૧૦ % ટ્ટ, કક્ષા ફંડ, F.R.A, આદિમજૂથ તથા D sag દ્વારા ચાલતી તમામ યોજનાઓમાં ખુબ મોટો ભ્રષ્ટાચાર થયો છે, જેમાં અધિકારીઓ અને એજન્સીઓને મોટા નેતાઓનું પીઠબળ મળેલ છે. આ
બાબતે અગાઉ અમે આપ શ્રીને ૨૩/૦૪/૨૦૨૩ ના રોજ પુરાવા સાથે રજૂઆત કરી હતી, પરંતુ
તેનો કોઈ નિરાકરણ આવેલ નથી. જેથી આવા લોકોને પ્રોત્સાહન મળે છે. ૧, આ અગાઉ ૨.૫ મહિના પહેલા પ્રાયોજના વહીવટદાર માંડવીનું ૩૦ કરોડનું કૌભાંડ, તે
સમયના ચિટનીશ રાજુ પાનવાલાની ફરજ દરમિયાન કરવામાં આવ્યું. તેને માત્ર ફરજ માંથી મુક્ત કરવામાં આવ્યા, પરંતુ તેમના વિરુદ્ઘ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી.૨) ડાંગ જિલ્લામાં ૧ કરોડ થી વધુના નાગલીની બિસ્કીટનું કૌભાંડ બહાર આવ્યું પણ કોઈ
કાર્યવાહી કરવામાં નથી આવી.૩) બે વર્ષ પહેલા દાહોદના પ્રાયોજના વહીવટદાર શ્રી,સોલંકી દ્વારા ૨૦ કરોડ થી વધુનું કૌભાંડ સામે આવ્યું હતું. જે કામ કર્યા વગર નાણા ચૂકવેલ હતા, છતા આ કેસ દબાવી દેવામાં આવ્યો.

આ ઉપરાંત છેલ્લા ૭ વર્ષમાં દરેક પ્રાયોજના વહીવટદારની કચેરીઓના અધિકારીઓ,નેતાઓ
તથા તેમના નામે આવનારી એજન્સીઓના માણસો જેમ કે, જીતેષ શાહ,સંદિપ શાહ,દિવ્યેશ શાહ,જતિન શાહ,સમીર શાહ,રેશમ શાહ, ભાર્ગવ શાહ, આવા લોકો દ્વારા આદિવાસી બજેટ માંથી કરોડો રૂપિયા ખંખેરી લેવામાં આવેલ છે. જેમની એજન્સીઓની કામગીરીની વિજીલન્સ દ્વારા તપાસ કરવામાં આવે તો ઘણી કામગીરી વગરના નાણાકીય ચુકવણા,ખોટા બીલો, ખોટા એસ્ટીમેન્ટો, GST ની ચોરી, AD બીલો, જેવા ૬૦૦-૭૦૦ કરોડનું કૌભાંડ બહાર આવે તેમ છે.
મુખ્ય અગ્ર સચિવ શ્રી, ગુજરાત રાજ્ય ગાંધીનગર, અગ્ર સચિવ શ્રી, આદિજાતિ વિકાસ વિભાગ, બિરસા મુંડા ભવન ગાંધીનગર,નિયામક શ્રી, આદિજાતી વિકાસ વિભાગ, બિરસા મુંડા ભવન ગાંધીનગરને પણ નકલ રવાના કરવા આવી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!